સેન્સેક્સમાં રેકોર્ડ ઉચાંઇ સાથે 40 હજારનો અંક વટાવ્યો

20 November, 2019 12:00 PM IST  |  Mumbai

સેન્સેક્સમાં રેકોર્ડ ઉચાંઇ સાથે 40 હજારનો અંક વટાવ્યો

ભારતીય શેર બજાર

ભારતીય સ્ટોર માર્કેટ આજે વધારા સાથે ખુલ્યું હતું. મહત્વનું છે કે આ વધારા સાથે માર્કેટે 40 હજારનો અંક વટાવી દીધો હતો. સેન્સેક્સમાં 266 અંકના વધારા સાથે 40,736.14 સુધી પહોંચ્યો હતો. જે હાલ સવારે 10 કલાકે 244.98 અંકના વધારા સાથે 40,174 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 65 અંક વધી 12005.25 પર કારોબાર કરી રહ્યો છે.


આ શેરોમાં સવારે તેજી જોવા મળી
આજે સેન્સેક્સમાં ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેન્કમાં 3-3 ટકા તેજી જોવા મળી હતી. સન ફાર્મા 2 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો 1.5 ટકા વધ્યો. વેદાંતા અને ટીસીએસના શેરમાં 1-1 ટકા ઉછાળો આવ્યો. તો બીજી તરફ આઈટીસીનો શેર 1 ટકા ઘટ્યો. એનટીપીસીમાં 0.9 ટકા અને ઈન્ફોસિસમાં 0.6 ટકા ઘટાડો નોંધાયો. યસ બેન્ક, બજાજ ઓટો, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનીલિવર અને એક્સિસ બેન્કમાં 0.5 ટકાથી 0.6 ટકા સુધીનું નુકસાન જોવા મળ્યું.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

આવી રહી દિગ્ગજ શેરોની સ્થિતિ
દિગ્ગજ શેરોની વાત કરીએ તો બુધવારે ભારતીય એરટેલ, ઇંફ્રાટેલ, ગ્રાસિમ, ઇન્ડસઇંડ બેંક, રિલાયન્સ, યસ બેંક, કોલ ઇન્ડીયા, બીપીસીએક અને આઇસીઆઇસીઆઇ બેંકના શેર ગ્રીન નિશાન પર ખુલ્યા. તો બીજી તરફ દિગ્ગજ શેરોની વાત કરીએ, તો તેમાં હિંદુસ્તાન યુનિલીવર, બજાજ ઓટો, બ્રિટાનિયા, ઇંફોસિસ, આઇટીસી, એક્સિસ બેંક, ટેક મહિંદ્વા, જેએસડબ્લ્યૂ સ્ટીલ અને વિપ્રોના શેર સામેલ છે.

bombay stock exchange national stock exchange business news