કોરોનાનું બીજું મોજું ભારત માટે મોટો પડકાર

10 April, 2021 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેવું છે ઓક્સફર્ડ ઇકૉનૉમિક્સ અને ફિચ રેટિંગ્સનું

કોરોનાનું બીજું મોજું ભારત માટે મોટો પડકાર

ભારતમાં કોરોના રોગચાળાના બીજાં મોજાંને લીધે નાજુક અર્થતંત્ર પરનો બોજ વધશે એવો મત બે અલગ અલગ નાણાકીય સંસ્થાઓએ વ્યક્ત કર્યો છે.  ઓક્સફર્ડ ઇકૉનૉમિક્સે કહ્યું છે કે અર્થતંત્ર મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબૂત દેખાતું હોવા છતાં નીતિના ઘડવૈયાઓએ શાંત બેસી રહેવું નહીં. આગામી કેટલાક મહિના દેશ માટે ઘણા કટોકટીભર્યા રહેવાની શક્યતા છે. ભારતમાં રસીકરણની ઝડપ જોઈએ એના કરતાં ઘણી ઓછી છે. જો પરિસ્થિતિ વણસશે તો આકરાં નિયંત્રણો લાદવાં પડશે અને તેની અસર આર્થિક વિકાસ પર પડશે. 
આ જ રીતે ફિચ રેટિંગ્સે કહ્યું છે કે બીજાં મોજાંને લીધે દેશની આર્થિક પ્રગતિ તથા બૅન્કો સામે મોટા પડકાર ઊભા થયા છે. સરકારે રાજકોષીય પગલાં લીધાં હોવાથી ટૂંકા ગાળાના પડકારને પહોંચી વળવાનું શક્ય બનશે, પરંતુ દેશમાં વધુ ને વધુ લોકોને ઝડપથી રસી આપવાનું ઘણું મહત્ત્વનું છે. 

business news