ગુડ્સ ડિલિવરી બિઝનેસમાં મહિલાઓનું પ્રમાણ ૧૫ ટકા થઈ જવાની ધારણા

12 January, 2022 02:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૂડ બિઝનેસથી લઈને ઈ-કૉમર્સના વિવિધ વિભાગોમાં ડિલિવરી સ્ટાફની ભરતી ગયા વર્ષે દર મહિને સાતથી દસ ટકાના દરે વધી હોવાનું ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર. તસવીર/શાદાબ ખાન

નવા વર્ષે ડિલિવરી બિઝનેસની અલગ-અલગ શ્રેણીમાં કામ કરવા માટે વધુ લોકોની ભરતી કરવામાં આવશે, કારણ કે ઑનલાઇન શૉપિંગ વધવાને લીધે એમની આવશ્યકતા ઊભી થઈ છે. 
કામદારોની ભરતી માટેની હ્યુમન રિસોર્સિસની કન્સલ્ટન્સી સ્ટાર્ટઅપ વાહન દ્વારા બહાર પડાયેલા અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૧માં વધુ મહિલાઓની ભરતી કરવામાં આવી હતી અને ૨૦૨૨માં એ ટ્રેન્ડ ચાલુ રહેતાં એકંદરે મહિલાઓનું પ્રમાણ ૧૫ ટકા થઈ જવાની ધારણા છે. 
ફૂડ બિઝનેસથી લઈને ઈ-કૉમર્સના વિવિધ વિભાગોમાં ડિલિવરી સ્ટાફની ભરતી ગયા વર્ષે દર મહિને સાતથી દસ ટકાના દરે વધી હોવાનું ઉક્ત અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ૨૦૨૨માં ડિલિવરી ક્ષેત્રે થનારી ભરતીમાંથી ૬૦ ટકા લોકોની ભરતી મહાનગરોમાં થશે. 

business news