5 જુલાઇએ મોદી સરકાર 2.0નું પહેલું બજેટ, અર્થવ્યવસ્થા સામે છે આ પડકારો

09 June, 2019 04:34 PM IST  | 

5 જુલાઇએ મોદી સરકાર 2.0નું પહેલું બજેટ, અર્થવ્યવસ્થા સામે છે આ પડકારો

નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

હાલ દેશની અર્થવ્યવસ્થામાં સુસ્તીને કારણે મોદી સરકાર એવું બજેટ બનાવવા પર ધ્યાન આપી રહી છે, જેથી દરેક વર્ગને ફાયદો થાય. આ માટે નાણાંપ્રધાન 11થી 23 જૂન દરમિયાન તમામ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગમંડળો તેમજ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે.

નવી મોદી સરકાર સામે આ વખતે આર્થિક ધોરણે ઘણાં પડકારો છે. 5 જુલાઇએ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ પહેલી વાર બજેટ રજૂ કરશે. બજેટથી માર્કેટ અને ઉદ્યોગપતિઓને ઘણી આશાઓ છે. નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ક્વૉટરમાં વિકાસ દર છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક વર્ષ પહેલા આ વિકાસ દર 7.2 ટકા હતો. આખા નાણાંકીય વર્ષ માટેનો વિકાસ દર 6.8 ટકા જેટલો રહેવાનું અનુમાન છે.

ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત

અર્થવ્યવસ્થામાં સુસ્તતાને કારણે સરકારના પ્રયત્નો છે કે બજેટ એવું બને જેમાં પ્રત્યેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે. આ બાબતની નોંધ લેવાઇ હોવાને કારણે પહેલા નાણાંપ્રધાન 11થી 23 જૂન દરમિયાન તમામ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગમંડળો તેમજ ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. આ સિવાય બધાં રાજ્યના નાણાંપ્રધાન પણ 20 જૂનના GST કાઉન્સિલની થનારી બેઠકમાં બજેટને લઇને પોતાના મંતવ્યો રજૂ કરી શકે છે.

નિર્મલા સીતારમણ સામે પડકાર

રિઝર્વ બેન્કે તાજેતરમાં જ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી. ભારતીય અર્થવ્યવસ્થા સામે અત્યારે બેન્કો પર લોનનો ભાર, બેરોજગારીનું સંકટ અને રોકાણમાં નફો ન થવો, નિકાસ ઘટવી, ખેતી, રાજકોષમાં તોટો, નબળું ચોમાસું જેવા અનેક પડકારો છે. મોંઘવારી દર નિયંત્રણમાં હોવા છતાં કંઝપ્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. અર્થવ્યવસ્થામાં વેગ ન આવવાને કારણે નિર્મલા સીતારમણ સામે પડકાર છે કે તે રાજકોષીય નુકસાન પર દબાણ લાવ્યા વિના અર્થવ્યવસ્થાને વેગ કઇ રીતે આપી શકશે.

આ પણ વાંચો : મિનિમમ બેલેન્સ નહીં રાખો તો લાગશે પેનલ્ટી, જાણો ટોચની બેન્કોના નિયમ

ખુદ પીએમ રાખી રહ્યા છે ધ્યાન

સરકાર તરફથી આ બાબતે બધાં જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે નવી કેબિનેટ કમિટી બનાવી છે જેના અધ્યક્ષ તે પોતે છે. એક કમિટી રોકાણ લાવવા માટે અને અર્થવ્યવસ્થામાં વેગ લાવવા માટે બનાવી છે. અને બીજી કેબિનેટ કમિટી રોજગાર નિર્માણ માટે તેમજ સ્કિલ ઇન્ડિયા પ્રોગ્રામને સફળ બનાવવા માટે બનાવી છે.

નાણાંપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્યો સાથે બેઠક કરી અર્થવ્યવસ્થાની સ્થિતિ પર તેમની સલાહ લેશે.

business news nirmala sitharaman