ડીઝલ વેહિકલ્સ પર બંધી મૂકવાનો રિપોર્ટ હજી નથી સ્વીકાર્યો : સરકાર

11 May, 2023 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતે ૨૦૧૯માં વસ્તીના માથાદીઠ ૧.૯ ટન ‘સીઓટૂ’ ઉત્સર્જન કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સરકારે હજી સુધી એનર્જી ટ્રાન્ઝિશન સમિતિનો અહેવાલ સ્વીકારવાનો બાકી છે, જેમાં ૧૦ લાખથી વધુ વસ્તીવાળાં શહેરોમાં ડીઝલથી ચાલતાં ફોર-વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની અને ૨૦૨૭ સુધીમાં ઇલેક્ટ્રિક અને ગૅસ ઈંધણવાળાં વાહનો પર સ્વિચ કરવાની ભલામણ કરવામાં આવી હતી, એમ ઑઇલ મંત્રાલયે જણાવ્યું હતું.

ભૂતપૂર્વ ઑઇલ સચીવ તરુણ કપૂરની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં ૨૦૩૫ સુધીમાં આંતરિક કમ્બશન એન્જિન સાથે મોટરસાઇકલ, સ્કૂટર અને થ્રી-વ્હીલરને તબક્કા વાર બંધ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું.

એનર્જી ટ્રાન્ઝિશન ઍડ્વાઇઝરી કમિટીનો રિપોર્ટ પેટ્રોલિયમ અને નૅચરલ ગૅસ મંત્રાલયને પ્રાપ્ત થયો છે. ભારત સરકારે હજી સુધી રિપોર્ટ સ્વીકારવાનો બાકી છે એમ પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયે એક ટ્વીટમાં જણાવ્યું હતું.

લગભગ ૧૦ વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ સિટી બસોનો ઉમેરો થવો જોઈએ નહીં, આ પેનલે આ વર્ષે ફેબ્રુઆરીમાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.

ચીન, યુએસ અને યુરોપિયન યુનિયન પછી ભારત વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું ચોથું સૌથી મોટું ઉત્સર્જક છે, પરંતુ એની વિશાળ વસ્તીનો અર્થ છે કે એનું માથાદીઠ ઉત્સર્જન વિશ્વની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓ કરતાં ઘણું ઓછું છે. ભારતે ૨૦૧૯માં વસ્તીના માથાદીઠ ૧.૯ ટન ‘સીઓટૂ’ ઉત્સર્જન કર્યું હતું, જ્યારે એ વર્ષે અમેરિકા માટે ૧૫.૫ ટન અને રશિયામાં ૧૨.૫ ટન હતું.

business news automobiles