તોફાની વધઘટ બાદ બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ બંધ રહ્યા

29 September, 2020 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તોફાની વધઘટ બાદ બેન્ચમાર્ક સૂચકાંકો ફ્લેટ બંધ રહ્યા

ફાઈલ તસવીર

મંગળવારે બેન્ચમાર્ક સૂચકાંકો તોફાની વધઘટ બાદ ફ્લેટ બંધ રહ્યા હતા. સેન્સેક્સ 8.41 પોઈન્ટ્સ (0.02 ટકા) ઘટીને 37,973.22ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 5.10 પોઈન્ટ્સ (0.05 ટકા) 11,222.40 બંધ રહ્યો હતો.

નિફ્ટીમાં 1170 કંપનીઓના શૅર્સ વધ્યા હતા, જ્યારે 1406 શૅર્સ ઘટ્યા હતા અને 168 કંપનીઓના શૅર્સ સ્થિર રહ્યા હતા. નિફ્ટીમાં હિંદાલકો ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, હિરો મોટોકોર્પ અને ટીસીએસના શૅર્સ વધ્યા હતા અને ઓએનજીસી, ઈન્ડસઈન્ડ બૅન્ક, યુપીએલ, પાવરગ્રીડ કોર્પ અને એક્સિસ બૅન્કના શૅર્સ ઘટ્યા હતા.

મેટલ, આઈટી અને ઓટો ક્ષેત્રમાં લેવાલી થઈ હતી, જ્યારે એફએમસીજી, ઈન્ફ્રા, ફાર્મા અને એનર્જીમાં વેચવાલી થઈ હતી. સપ્ટેમ્બરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPI)એ રૂ.3,475 કરોડ ભારતના બજારમાંથી પાછા ખેચ્યા હતા. એનએસડીએલએ જાહેર કરેલા આંકડા મુજબ પહેલી સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર દરમિયાન વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ઈક્વિટીમાંથી રૂ.7,241 કરોડ અને ડેબ્ટ સાધનોમાંથી રૂ.3,766 કરોડ પાછા ખેચ્યા હતા.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.16 ટકા ઘટીને 14,697ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકૅપ 0.01 ટકા ઘટીને 14,861ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં ઓટો 0.29 ટકા, આઈટી 0.25 ટકા, મેટલ 1.96 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી રિયલ્ટી 1.21 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક 1.27 ટકા, પીએસયુ બૅન્ક 2.18 ટકા, નિફ્ટી ફાર્મા 0.74 ટકા અને મીડિયા 0.38 ટકા ઘટ્યો હતો.

sensex nifty