ફાઈનાન્શિયલ શૅર્સમાં લેવાલીના ટેકે શૅરબજારમાં વધારો

15 September, 2020 04:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફાઈનાન્શિયલ શૅર્સમાં લેવાલીના ટેકે શૅરબજારમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

મંગળવારે ફાઈનાન્શિયલ શૅર્સમાં લેવાલીના ટેકે સ્થાનિક શૅરબજારમાં અડધા ટકાનો વધારો થયો હતો. સેન્સેક્સ 288 પોઈન્ટ્સ (0.74 ટકા) વધીને 39,044.35ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 82 પોઈન્ટ્સ (0.71 ટકા) વધીને 11,521.80ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 4 ટકા ઘટીને 20.39ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં 30માંથી 21 કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી અને એક્સિસ બૅન્કના શૅર્સ સૌથી વધુ વધ્યા હતા. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 1.5 ટકા વધીને 15,363.57ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ મિડડેપ ઈન્ડેક્સ 127 પોઈન્ટ્સ (0.85 ટકા) વધીને 15,015 બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 1.65 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસ 1.33 ટકા, નિફ્ટી આઈટી 0.63 ટકા, નિફ્ટી ફાર્મા 1.93 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 0.04 ટકા અને નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક સૂચકાંક 1.85 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી રિયલ્ટી સૂચકાંક 0.72 ટકા, નિફ્ટી મેટલ 0.06 ટકા, નિફ્ટી મીડિયા 0.42 ટકા અને નિફ્ટી એફએમસીજી 0.16 ટકા ઘટ્યો હતો.

આજે ડિલિસ્ટિંગ ઓફરના ક્લોઝર પહેલા હેક્સાવેરનો શૅર છ ટકા વધ્યો હતો. ગઈ કાલે પણ શૅર બે ટકા વધ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીએ આજે બીએસઈમાં ઉપલી સપાટીને સ્પર્શી હતી, તેમ જ રૂ.1 લાખ કરોડના માર્કેટ કૅપિટલાઈઝેશનના ગ્રુપમાં શૅર પ્રવેશ્યો છે. 

sensex nifty