ટેલિકૉમ ગ્રાહકોની સંખ્યા વધીને ૧૧૭.૨ કરોડ થઈ

19 August, 2022 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જિયો નવા ગ્રાહકોમાં આગળ, વોડાફોને ૧૮ લાખ ગ્રાહકો ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

સેક્ટર રેગ્યુલેટર ટ્રાઈ દ્વારા બુધવારે જારી કરાયેલા ડેટા અનુસાર રિલાયન્સ જિયોએ સૌથી વધુ નવા ગ્રાહકો ઉમેર્યા, સાથે જૂનમાં દેશમાં ટેલિકૉમ સબસ્ક્રાઇબર બેઝ નજીવો વધીને ૧૧૭.૨૯ કરોડ થયો હતો, જે મે ૨૦૨૨માં ૧૧૭.૦૭ કરોડ ગ્રાહકો હતા, જે ૦.૧૯ ટકાનો માસિક વૃદ્ધિદર દર્શાવે છે.

જૂનમાં વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધીને ૧૧૪.૭૩ કરોડ થઈ છે જે મે મહિનામાં ૧૧૪.૫૫ કરોડ હતી.

૪૨.૨૩ લાખ ગ્રાહકોના ચોખ્ખા વધારા સાથે રિલાયન્સ જિયોના વાયરલેસ ગ્રાહકોની સંખ્યા વધીને ૪૧.૩ કરોડ થઈ છે. તે પછી ભારતી ઍરટેલનો નંબર આવે છે જેના ગ્રાહકોની સંખ્યા વધીને ૭.૯૩ લાખ ગ્રાહકો સાથે ૩૬.૨૯ કરોડ થઈ હતી.

વોડાફોન આઇડિયાએ ગ્રાહકો ગુમાવવાનું ચાલુ રાખ્યું. તેના ગ્રાહકોની સંખ્યા ૧૮ લાખ ઘટીને ૨૫.૬૬ કરોડ થઈ છે. રાજ્ય સંચાલિત બીએસએનએલ અને એમટીએનએલે પણ અનુક્રમે ૧૩.૨૭ લાખ અને ૩૦૩૮ વાયરલેસ ગ્રાહકો ગુમાવ્યા છે.

જૂનમાં વાયરલાઇન (ફિક્સ્ડ લાઇન) સબસ્ક્રાઇબર બેઝ વધીને ૨.૫૫ કરોડ થયો હત, જે મે મહિનામાં ૨.૫૨ કરોડ હતો.

business news