દેશમાં ચાનું ઉત્પાદન ચાલુ વર્ષના પ્રથમ બે મહિનામાં ૧૦ ટકા વધ્યું

08 April, 2021 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરી મહિનામાં ચાના ઉત્પાદનમાં ૨૦.૨૨ ટકાનો વધારો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચાલુ કેલૅન્ડર વર્ષના પ્રથમ બે મહિના દરમ્યાન ચાના ઉત્પાદનમાં સુધારો જોવા મળ્યો છે. ભારતીય ટી બોર્ડના આંકડાઓ પ્રમાણે જાન્યુઆરીથી ફેબ્રુઆરી મહિના દરમ્યાન ચાના ઉત્પાદનમાં સરેરાશ ૧૦ ટકાનો વધારો થયો છે.

ટી બોર્ડના આંકડાઓ પ્રમાણે ફેબ્રુઆરી મહિનામાં ચાના ઉત્પાદનમાં ૨૦.૨૨ ટકાનો વધારો થઈને ૧૭૪.૮ લાખ કિલોનું થયું છે, જે ગત વર્ષે ૧૪૫.૪ લાખ કિલોનું થયું હતું, આમ ૨૯.૪ લાખ કિલોનો વધારો થયો છે. સાઉથ ઇન્ડિયામાં ચાના ઉત્પાદનમાં ૧૫.૦૪ ટકા અને ઉત્તર ભારતમાં ૭૫.૮૧ ટકાનો વધારો થયો છે.

દેશમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી બે મહિનાનું સંયુક્ત ઉત્પાદન ૩૩૫.૩ લાખ કિલો થયું છે જે ગત વર્ષે ૩૦૬ લાખ કિલોનું થયું હતું. આમ ઉત્પાદનમાં ૯.૫૮ ટકા અથવા તો ૨૯.૩ લાખ કિલોનો વધારો થયો છે.

પશ્ચિમ બંગાળમાં ૯૩.૯૪ ટકાનો વધારો થઈને બે મહિનામાં ૧૯.૨ લાખ કિલોનું ઉત્પાદન થયું છે જે ગત વર્ષે ૯.૯ લાખ કિલોનું થયું હતું. આસામ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં બે મહિનાનું ઉત્પાદન ૧૪.૮૧ ટકા ઘટ્યું છે.

business news