કરદાતા ઑક્ટોબરથી અટલ પેન્શન યોજનાનો લાભ નહીં લઈ શકે

12 August, 2022 04:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યોજનાના સબસ્ક્રાઇબર્સને તેમના યોગદાનના આધારે ૬૦ વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી દર મહિને એક હજારથી પાંચ હાજર રૂપિયાની લઘુતમ ગૅરન્ટી પેન્શન મળે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

એક નોટિફિકેશન મુજબ ઇન્કમ-ટૅક્સ ભરનારાઓને પહેલી ઑક્ટોબરથી સરકારની સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શન યોજનામાં નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
સરકારે ૨૦૧૫ની ૧ જૂનથી અટલ પેન્શન યોજનાની રજૂઆત કરી, મુખ્યત્વે અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે આ યોજના શરૂ થઈ હતી. આ યોજનાના સબસ્ક્રાઇબર્સને તેમના યોગદાનના આધારે ૬૦ વર્ષની વય પ્રાપ્ત કર્યા પછી દર મહિને એક હજારથી પાંચ હાજર રૂપિયાની લઘુતમ ગૅરન્ટી પેન્શન મળે છે.

business news atal bihari vajpayee income tax department