અમદાવાદ સહિત દેશના 21 શહેરોમાં Tata Sky એ Broadband સેવા શરૂ કરી

11 June, 2019 09:17 PM IST  |  અમદાવાદ

અમદાવાદ સહિત દેશના 21 શહેરોમાં Tata Sky એ Broadband સેવા શરૂ કરી

ટાટા સ્ટાય બ્રોડબેન્ડ

ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સર્વિસમાં ટક્કર આપવા માટે હવે ટાટા સ્કાય મેદાનમાં આવી ગયું છે. ટાટા સ્કાય હવે દેશના 21 શહેરોમાં પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરી રહી છે. જોકે આ પહેલાં Tata Sky પોતાની આ બ્રોડબેંડ સર્વિસ ફક્ત 21 શહેરોમાં ચલાવી રહી હતી. પરંતુ હવે આ સર્વિસ અમદાવાદ, મુંબઇ, હૈદ્વાબાદ અને ભોપાલ સહિત 21 શહેરોમાં ચાલૂ કરી ચૂક્યું છે. TelecomTalk ના અનુસાર કંપની પોતાના યૂજર્સને આ સર્વિસ સાથે અનલિમિટેડ ડેટા પ્લાન આપી રહી છે.

અત્યારે કંપની 999નો પ્લાન આપી રહી છે
આ બ્રોડબેંડ સર્વિસ માટે કંપની હવે
999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ઘણા પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં કોઇ પ્રકારની ડેટા લિમિટ આપવામાં આવી નથી. જોકે આ પ્લાનમાં વેલિડિટી અને સ્પીડ અલગ-અલગ છે. આ ઉપરાંત પેમેંટના પણ ઘણા ઓપ્શન આપવામાં આવ્યા છે. યૂજર્સ પોતાના પ્લાન માટે 3 મહિના, 5 મહિના, 6 મહિના અને 12 મહિના મુજબ એકસાથે પેમેંટ કરી શકે છે.

અમદાવાદ સહિત આ શહેરોમાં બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરી
શરૂઆતમાં ટાટા સ્કાઇ ની આ બ્રોડબેંડ સર્વિસ દિલ્હી, નોઇડા, ગુડગાઉ, ગ્રેડર નોઇડા, ગાઝીયાબાદ, અમદાવાદ, બેંગલોર, ભોપાલ, ચેન્નઇ, હૈદરાબાદ, મીરા ભયંદર, મુંબઇ, પીંપરી ચીંચવાડઅને થાને સહિત 14 શહેરોમાં શરૂ થઇ હતી. ત્યાર બાદ કંપનીએ આ સર્વિસને 3 અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવી હતી.ત્યાર બાદ કંપનીએ આ યાદીમાં 3 અન્ય શહેરોને ઉમેર્યા. હવે કંપની કુલ 21 શહેરોમાં આ સર્વિસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : Googleએ ગયા વર્ષે ન્યૂઝથી 4.7 અરબ ડૉલરની કરી કમાણી

Tata Sky Broadband Service
માં સામેલ 999 રૂપિયાના પ્લાનની વાત કરીએ તો યૂજર્સને 10Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ કરી શકે છે. ત્યારબાદ 12,50 રૂપિયાનો પ્લાન આવે છે, જેમાં યૂજર્સને 25 Mbps સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ કરી શકે છે. ત્યારબાદ 1,500 રૂપિયા અને 1,800 રૂપિયાના પ્લાન પણ છે, જેમાં અનલિમિટેડ ડાઉનલોડિંગ સાથે ક્રમશ: 50Mbps અને 75Mbps ની સ્પીડ મળે છે. અંતમાં 2,400 રૂપિયાનો પ્લાન આવે છે, જેમાં યૂજર્સને 100 Mbps ની સ્પીડ સાથે અનલિમિટેડ ડાઉનલોડિંગ મળે છે. તમને જણાવી દઇએ કે કંપની 999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં વધુ સ્પીડવાળા પ્લાન આપે છે, પરંતુ પ્લાનમાં ડેટા લિમિટ આપવામાં આવે છે.

business news