ચીનને પછાડીને ટાટાએ બનાવ્યો રેકોર્ડ,બની આવું કરનારી પહેલી ભારતીય કંપની

29 March, 2019 06:28 PM IST  | 

ચીનને પછાડીને ટાટાએ બનાવ્યો રેકોર્ડ,બની આવું કરનારી પહેલી ભારતીય કંપની

ટાટાએ ચીનની કંપનીઓને છોડી પાછળ

ટાટા મોટર્સ એક મિલિયન કાર વેચનારી ભારતની પહેલી કાર નિર્માતા કંપની બની છે. સાથે જ તે લાઈટ વેહીકલ સૌથી વધુ વેચનારી વિશ્વની 16મી કંપની બની છે.

ટાટા મોટર્સ વિશ્વની ત્રીજી સૌથી ઝડપે વિકસી રહેલી બ્રાન્ડ
ટાટા મોટર્સ આ સ્થાન ચીનની કાર કંપનીઓને પાછળ છોડીને મેળવ્યું છે. ટાટા મોટર્સે વર્ષ 2018માં 10, 49, 253 કાર વેચી, જે વર્ષ 2017માં લગભગ 9, 86, 853 હતી. ઑટોમોબાઈલ કન્સલટન્સી ફર્મ JATO Dynamicsના પ્રમાણે ટાટા મોટર્સ દુનિયા ભારમાં ટોપ 20 ઑટોમોબાઈલ કંપનીઓમાં ત્રીજી સૌથી ઝડપથી વિકસી રહેલી બ્રાન્ડ છે. ટાટા મોટર્સના 50 ટકા વાહનોનું વેચાણ એકલા ભારતમાં જ થાય છે.

ટાટા મોટર્સ વૉલ્યૂમ પ્રમાણે દેશની સૌથી મોટી કાર કંપની
JATOના ગ્લોબલ એનાલિસ્ટ ફેલિપે મુનોજે જણાવ્યું કે આ ભારતીય કંપની માટે મોટી ઉપલબ્ધિ છે. આવું પહેલીવાર થયું છે કે કોઈ ભારતીય કંપનીએ વિદેશમાં 10 લાખથી વધુ ગાડીઓ વેચી છે. ટાટા મૉટર્સ વૉલ્યૂમ પ્રમાણે દેશની સૌથી મોટી કાર કંપની છે. જો કે તે દુનિયાની મોટી ઑટો કંપનીઓથી ઘણી પાછળ છે.

પ્રીમિયમ સેગમેન્ટમાં જેએલઆરનો માર્કેટ શેર લગભગ 5.5 ટકા
મુનોજે જણાવ્યું કે, "ગયા વર્ષે ટાટા મોટર્સ જાપાનની કંપની સુબારુની નજીક પહોંચી રહી છે. તેમને ચીનની કેટલીક ઑટો કંપનીઓને પણ પાછળ છોડી છે. ટાટા મૉટર્સની બ્રિટિશ એકમ જેગુઆર લેન્ડ રોવરે પોતાના મૉડલ્સની રેન્જ વધારી છે."

આ પણ વાંચોઃ એરપોર્ટ બિઝનેસમાં ટાટાએ GMRના એરપોર્ટ યૂનિટમાં ખરીદી 20% હિસ્સેદારી

ચીનની કંપની સામે ટાટાએ જીત્યો કેસ
મહત્વનું છે કે હાલમાં જ ટાટા મોટર્સની લગ્ઝરી કાર મેકર જગુઆર લેન્ડ રોવરે ચીનની એક લોકલ કંપની સામે મોટો કેસ જીત્યો છે. આ ચીનની કંપની જેએલઆરની 70 લાખ રૂપિયાની કારને કૉપી કરીને વેચી રહી હતી. જેની અસર ટાટા મોટર્સ પર પડી રહી હતી.

china tata motors ratan tata