શેરડીની એમએસપી વધી : ખાંડના ભાવ વધારવાની માગ

05 August, 2022 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુગર મિલ સંગઠને ખાંડમાં ક્વિન્ટલે ૬૦૦ રૂપિયાના વધારાની કરી માગણીઃ શેરડીના લઘુતમ ખરીદભાવ ૨૯૦થી વધી ૩૦૫ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે  શેરડીના લઘુતમ ખરીદભાવમાં ૧૫ રૂપિયાનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. બીજી તરફ શુગર મિલોએ સરકાર પાસે ખાંડના લઘુતમ વેચાણભાવ ૫૦૦ રૂપિયા વધારવા માગણી કરી છે.

કૅબિનેટ કમિટીએ ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે જે ખાંડ મિલોએ પહેલી ઑક્ટોબરથી શરૂ થતી સીઝનમાં શેરડી માટે ૧૦૦ કિલોદીઠ ૩૦૫ રૂપિયા ચૂકવવી પડશે, જે એક વર્ષ અગાઉ ૨૯૦ રૂપિયા હતી, એમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. સરકાર શેરડી માટે લઘુતમ ખરીદભાવમાં વધારો કરે છે, જેને વાજબી અને વળતરની કિંમત તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ દર વર્ષે એમાં ફેરફાર થાય છે. ઉત્તર પ્રદેશ રાજ્ય, દેશનું ટોચનું શેરડી ઉત્પાદક, એના લાખો શેરડી ઉગાડનારાઓ, એક પ્રભાવશાળી મતદાન જૂથને કારણે ભાવમાં સતત વધારો કરે છે.
સરકારે બુધવારે લઘુતમ ખરીદભાવ માટે બેઝ રિકવરી રેટ પણ અગાઉના ૧૦ ટકાથી વધારીને ૧૦.૨૫ ટકા કર્યો હતો.

ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન (ઈસ્મા)એ બુધવારે સરકારને લખેલા પત્રમાં શેરડીના ઊંચા ભાવની ભરપાઈ કરવા ખાંડના લઘુતમ વેચાણકિંમતમાં વધારો કરવાની હાકલ કરી છે, જેણે ખાંડ મિલોના ઉત્પાદનખર્ચમાં વધારો કર્યો છે.

વિશ્વના સૌથી મોટા ઉત્પાદક અને ખાંડના બીજા સૌથી મોટા નિકાસકાર ભારતે છેલ્લે ફેબ્રુઆરી ૨૦૧૯માં ખાંડની એમએસપી વધારીને ૩૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી હતી અને ત્યારથી મિલોના ઉત્પાદનખર્ચ વધીને ૩૬૦૦થી ૩૭૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા હોવા છતાં ભાવમાં સુધારો કરવામાં આવ્યો નથી એમ ઇસ્માએ જણાવ્યું હતું.

ખાંડના ભાવ હાલમાં ૩૨૦૦થી ૩૪૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલવચ્ચે ટ્રેડ થઈ રહ્યા છે અને મિલો ખેડૂતોને શેરડીની ચુકવણી કરી શકે એની ખાતરી કરવા માટે ૩૬૦૦થી ૩૭૦૦ રૂપિયા સુધી વધારવાનીજરૂર છે, એમ ઇસ્માએ પત્રમાં જણાવ્યું હતું.

business news commodity market