વિવિધ પેન્શન સ્કીમ હેઠળ ગ્રાહકોની સંખ્યા ૨૪ ટકા વધી

21 June, 2022 03:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પીએફઆરડીએ હેઠળ મેના અંતે કુલ ૫.૩૨ કરોડથી વધુ ગ્રાહકો

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

પીએફઆરડીએ દ્વારા સંચાલિત બે ફ્લૅગશિપ પેન્શન સ્કીમ હેઠળના સબસ્ક્રાઇબર્સ એક વર્ષ અગાઉ ૨૪ ટકાથી વધુ વધીને ૩૧ મે ૨૦૨૨ સુધીમાં ૫.૩૧ કરોડ થઈ ગયા છે તએમ સત્તાવાર ડેટા સોમવારે દર્શાવે છે.

પેન્શન ફન્ડ રેગ્યુલેટરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (એનપીએસ) હેઠળની વિવિધ યોજનાઓમાં સબસ્ક્રાઇબર્સની સંખ્યા મે ૨૦૨૧માં ૪૨૮.૫૬ લાખથી મે ૨૦૨૨ના અંત સુધી વધીને ૫૩૧.૭૩ લાખ થઈ ગઈ છે એમ ડેવલપમેન્ટ ઑથોરિટીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું.

આમાં સૌથી વધુ યોગદાન આપનાર અટલ પેન્શન યોજનામાં ચાલુ નાણાકીય વર્ષના મેના અંત સુધીમાં ૩૧.૬ ટકાની વૃદ્ધિ સાથે ૩.૭૨ કરોડ નોંધાઈ છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એનપીએસ હેઠળ સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૫.૨૮ ટકા વધીને ૨૨.૯૭ લાખ થઈ છે, જ્યારે રાજ્ય સરકારો માટે એ ૭.૭૦ ટકા વધીને ૫૬.૪૦ લાખ થઈ છે.

business news