કરન્સી સાથે છેડછાડ મામલે અમેરિકા અને ચીન વચ્ચે તકરાર

07 August, 2019 02:13 PM IST  |  વૉશિંગ્ટન

કરન્સી સાથે છેડછાડ મામલે અમેરિકા અને ચીન વચ્ચે તકરાર

કરન્સી સાથે છેડછાડ પર અમેરિકા અને ચીન વચ્ચે તકરાર

અત્યાર સુધીમાં ટ્રેડ વૉરમાં ગળાડૂબ અમેરિકા અને ચીન ફરી એક મહત્વના મુદ્દા પર સામસામે આવી ગયું છે. અમેરિકાએ ચીનમાં વેપારમાં અનુચિત પ્રતિસ્પર્ધાનો ફાયદો ઉઠાવવા માટે પોતાની મુદ્રા યુઆનને જાણી બુઝીને કમજોર કરાવવાનો આરોપ લગાવ્યો છે. અને ચીનને કરન્સી મેનિપ્યુલેટર્સની યાદીમાં નાખી દીધું છે. જો કે ચીને તેનો પુરજોર વિરોધ કર્યો છે. ચીનની કરન્સી યુઆનમાં ભારે ઘટાડો થયો બાદ વૉશિંગ્ટનની તીખી પ્રતિક્રિયા સામે આવી હતી.

ચીનની કેન્દ્રીય બેન્ક પીપલ્સ બેન્ક ઑફ ચાઈનાની તરફથી મંગળવારે કહેવામાં આવ્યું કે, 'અમેરિકાએ બેજિંગ પર કરન્સી સાથે છેડછાડનો આરોપ લગાવ્યો છે, અમે તેનો વિરોધ કરીએ છે.' સોમવારે ભારે ઘટાડા બાદ પણ પીબીઓસીએ યુઆનને સંભાળી લીધું, પરંતુ શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો.

અમેરિકાએ સોમવારની રાત્રે ચીનને આધિકારીક રીતે કરન્સી સાથે છેડછાડ કરતા દેશોની યાદીમાં નાખી દીધું હતું. વૉશિંગ્ટને ચીન પર વેપારમાં અયોગ્ય સ્પર્ધાનો લાભ લેવાનો આરોપ લગાવ્યો છે. જેના પર ચીનની પ્રતિક્રિયાથી દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા વચ્ચે વેપારના મોર્ચા પર ચાલી રહેલો ટકરાવ ઘેરો થવાની સંભાવના છે.

પી.બી.ઓ.સી.ના નિવેદનનો આપ્યો હવાલો
અમેરિકાના નાણાં વિભાગ અનુસાર પી.બી.ઓ.સી.એ પોતાના જ નિવેદનમાં સ્વીકાર કર્યું છે કે પોતાની કરન્સીમાં હેરફેર કરવાનો તેમને વ્યાપક અનુભવ છે અને તેવું કરવા માટે તેઓ તૈયાર રહે છે. જો કે પીબીઓસીએ આવા કોઈ નિવેદનનો ઈન્કાર કર્યો છે.

ટ્રમ્પે 2016માં આપ્યું હતું વચન
આ પહેલા ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે, 'ચીન અયોગ્ય વેપારની ગતિવિધિઓ અને કરન્સીના એક્સચેન્જ દરની સાથે છેડછાડ કરીને અરબો ડૉલર અમેરિકા પાસેથી લેતું રહ્યું છે. તેનો ઈરાદો આગળ પર તને જાળવી રાખવાનો છે. આ એક તરફી છે. આ અનેક વર્ષો પહેલા બંધ થઈ જવું જોઈતું હતું. અસલમાં, ટ્રમ્પે 2016માં પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન ચીનને કરન્સી સાથે છેડછાડ કરનાર દેશ ગણાવવાનું વચન આપ્યું હતું. જો કે નાણા મંત્રાલયે આ પગલું લેવાનો ઈન્કાર કરતા ચીનને નજર હેઠળની યાદીમાં રાખ્યું છે.

આ પણ જુઓઃ કૌશાંબી ભટ્ટની ડાન્સરથી એક્ટર સુધીની સફરને જાણો ખૂબસૂરત તસવીરો સાથે..

આઈએમએફનો સંપર્ક કરશે અમેરિકા
અમેરિકાના નાણાં વિભાગે કહ્યું છે કે નાણામંત્રી સ્ટીવન મ્યૂચિને રાષ્ટ્રતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર ચીનની કરન્સી સાથે છેડછાડ કરનાર દેશ જાહેર કર્યો છે. મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ નિર્ણય બાદ મ્યૂચિન આંતરરાષ્ટ્રય મુદ્રા કોષનો સંપર્ક કરશે. જેથી ચીનના તરફથી અયોગ્ય પ્રતિસ્પર્ધા રોકાઈ શકે.

xi jinping donald trump united states of america china