શૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું

03 March, 2021 08:56 AM IST  |  Mumbai | Stock Talk

શૅરબજાર ભારે વૉલેટિલિટી વચ્ચે વૈશ્વિક વલણને અનુસરીને વધ્યું

શૅર માર્કેટ

મંગળવારે આઇટી અને ઑટો શૅરોમાં રોકાણકારોની લેવાલીએ દેશના શૅરબજારમાં સતત બીજા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો હતો. વૈશ્વિક શૅરબજારોની નરમાઈ છતાં સ્થાનિક બજારમાં સુધારાનો દોર ચાલુ રહ્યો હતો. વૈશ્વિક બજારો નરમ રહ્યાં હતાં પરંતુ નાણાકીય ખાધમાં થયેલા વધારા છતાં સરકારે મૂડીખર્ચમાં વધારો કરવાનું ચાલુ રાખવાના ઇરાદાની કરેલી જાહેરાતે ખેલાડીઓનું સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ પાછલા દિવસના ૪૯,૮૪૯.૮૪થી ૫૦,૨૫૮ ખૂલી ઉપરમાં ૫૦,૪૩૯.૮૨ સુધી અને નીચામાં ૪૯,૮૦૭.૧૨ સુધી જઈ ૪૪૭.૦૫ પૉઇન્ટના સુધારે ૫૦,૨૯૬.૮૯ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ ઇન્ડેક્સમાં લગભગ ૬૩૩ પૉઇન્ટનો ઉતાર-ચડાવ આવ્યો હતો. નિફ્ટી પણ ૧૫૭.૬૦ના ઉછાળે ૧૪,૯૧૯.૧૦ થયો હતો. આ ઉછાળા સાથે બજારના ખેલાડીઓ આગામી દિવસોમાં બજાર વધતું રહેવાની ધારણા મૂકી રહ્યા છે. મુખ્યત્વે આઇટી, ઑટો, એફએમસીજી, ઇન્ફ્રા અને ફાર્મા શૅર્સ વધ્યા હતા.

નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૫૭ પૉઇન્ટ (૧.૦૭ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૪,૯૧૯ પર પહોંચ્યો હતો. નિફ્ટી સમાવિષ્ટ શૅરોમાં તાતા મોટર્સ, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર, વિપ્રો, અદાણી પોર્ટ્સ અને એનટીપીસી સૌથી અધિક વધ્યા હતા, જ્યારે ઓએનજીસી, એચડીએફસી, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ, કૉલ ઇન્ડિયા અને પાવર ગ્રિડ કૉર્પોરેશન ઘટ્યા હતા.

સેન્સેક્સ સમાવિષ્ટ ૨૪ કંપનીઓના શૅર વધ્યા

સેન્સેક્સ સમાવિષ્ટ ૨૪ કંપનીઓના શૅર વધ્યા હતા, જ્યારે ૬ કંપનીઓના શૅર્સ ઘટ્યા હતા. બીએસઈ એસઅૅન્ડપી સેન્સેક્સમાં મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર ૪.૯૮ ટકા, એનટીપીસી ૩.૮૩ ટકા, બજાજ ઑટો ૩.૫૩ ટકા, ટેક મહિન્દ્ર ૩.૪૪ ટકા અને તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ ૨.૮૮ ટકા વધ્યા હતા, જ્યારે ઑઈલ અૅન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન ૩.૧૬ ટકા, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કોર્પ. ૧.૬૩ ટકા, પાવર ગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા ૧.૧૯ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૨૭ ટકા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૦૭ ટકા ઘટ્યા હતા.

માર્કેટ કૅપમાં આશરે ૨.૭૭ લાખ કરોડ રૂપિયાનો વધારો
મંગળવારે માર્કેટ કૅપ ૨૦૬.૫૩ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું, જે ગઈ કાલે ૨૦૩.૭૬ લાખ કરોડ હતું.

બ્રોડબેઝ્ડ ઇન્ડેક્સ વધ્યા
બ્રોડ બેઝ્ડ ઇન્ડાઇસિસમાં બીએસઈ સેન્સેક્સ ૫૦ ઇન્ડેક્સ ૧.૦૬ ટકા, બીએસઈ ૧૦૦ ઇન્ડેક્સ ૧.૧૬ ટકા, બીએસઈ મિડ કૅપ ૧.૫૫ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૬૦ ટકા, બીએસઈ ૨૦૦ ઇન્ડેક્સ ૧.૨૨ ટકા, બીએસઈ ૫૦૦ ઇન્ડેક્સ ૧.૨૨ ટકા, બીએસઈ ઑલ કૅપ ૧.૨૩ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૧.૧૧ ટકા વધ્યા હતા. બીએસઈ આઇપીઓ ઇન્ડેક્સ ૦.૯૭ ટકા વધ્યો હતો અને બીએસઈ એસએમઈ આઇપીઓ ૦.૨૮ ટકા ઘટ્યો હતો.

‘એ’ ગ્રુપની સાત કંપનીઓમાં ઉપલી સર્કિટ
આજે એ ગ્રુપની ૭ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી, જ્યારે બી ગ્રુપની ૫૭ કંપનીઓને ઉપલી અને ૨૦ કંપનીઓને નીચલી સર્કિટ સહિત બધા ગ્રુપની ૫૮૧ કંપનીઓમાંથી ૩૬૬ કંપનીઓને ઉપલી અને ૨૧૫ કંપનીઓને નીચલી સર્કિટ લાગી હતી.

બધા સેક્ટરલ ઇન્ડેક્સ વધ્યા
સેક્ટરલ ઇન્ડાઇસિસમાં બેઝિક મટીરિયલ્સ ૧.૦૯ ટકા, સીડીજીએસ ૨.૧૭ ટકા, અૅનર્જી ૦.૪૧ ટકા, એફએમસીજી ૧.૩૨ ટકા, ફાઇનૅન્સ ૦.૧૮ ટકા, હેલ્થકૅર ૧.૧૧ ટકા, ઇન્ડસ્ટ્રિયલ્સ ૨.૨૦ ટકા, આઇટી ૨.૮૫ ટકા, ટેલિકૉમ ૨.૦૪ ટકા, યુટિલિટીઝ ૧.૯૮ ટકા, ઑટો ૩.૧૮ ટકા, બૅન્કેક્સ ૦.૩૦ ટકા, કૅપિટલ ગુડ્સ ૧.૫૦ ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૮ ટકા, મેટલ ૦.૬૪ ટકા, ઑઈલ અૅન્ડ ગૅસ ૦.૮૩ ટકા, પાવર ૧.૮૫ ટકા, રિયલ્ટી ૦.૭૪ ટકા અને ટેક ૨.૮૪ ટકા વધ્યા હતા.

૩૦૦થી વધુ શૅર્સે બાવન સપ્તાહની સપાટી વટાવી
બીએસઈમાં તાતા મોટર્સ, એનટીપીસી અને ગુજરાત ગૅસ સહિત ૩૦૦થી અધિક શૅર્સે બાવન સપ્તાહની સપાટી વટાવી હતી.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ ૨,૮૮,૯૫૦.૮૮ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૧,૧૨,૫૮૫ સોદાઓમાં ૨૪,૫૮,૮૩૯ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૨૪,૪૦,૭૪૮ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૫.૪૮ કરોડ રૂપિયાના ૩૦ સોદામાં ૪૭ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૬૧,૨૧૨ સોદામાં ૧૬,૧૨,૪૪૧ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૦૩,૮૩૬.૫૨ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૫૧,૩૪૧ સોદામાં ૮,૪૬,૩૫૧ કૉન્ટ્રૅક્ટ સાથે ૮૫,૧૦૮.૮૭ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ
નિફ્ટીમાં બુલિશ પૅટર્ન રચાઈ છે. બજારના બન્ને મુખ્ય ઇન્ડેક્સ બેરિશ ગૅપ વચ્ચે બંધ થયા છે. માર્કેટ બ્રેડ્થ પ્રોત્સાહક દેખાય છે. નિફ્ટીને હાલતુરત ૧૪,૮૩૦ અને પછી ૧૪,૭૫૦નો મોટો સપોર્ટ છે. એને ૧૪,૯૨૦ અને પછી ૧૫,૦૬૫નું રેઝિસ્ટન્સ નડી શકે છે. જો ૧૫,૧૦૦ની ઉપરની ગતિ રહેશે તો ફરી તેજીનું વલણ શરૂ થયું કહેવાશે એવું વિશ્લેષકો કહે છે.

બજાર કેવું રહેશે?
નિફ્ટીમાં ટૂંકા ગાળા માટે તેજી દેખાઈ રહી છે. સતત બે દિવસની વૃદ્ધિથી આખલો ફરી ગતિમાન થયો છે. ૧૫,૦૬૫ની સપાટી તૂટ્યા બાદ બજાર નવી ઊંચાઈ તરફ જવાની સંભાવના રહેશે.

business news sensex nifty bombay stock exchange national stock exchange