સત્રના છેલ્લા કલાકે શૅરબજારમાં નોંધપાત્ર રિકવરી

14 October, 2020 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સત્રના છેલ્લા કલાકે શૅરબજારમાં નોંધપાત્ર રિકવરી

પ્રતીકાત્મક તસવીર

આજે સત્રના છેલ્લા કલાકે નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી. ફાઈનાન્શિયલ શૅર્સમાં લેવાલીના ટેકે સેન્સેક્સ 169.23 પોઈન્ટ્સ (0.42 ટકા) વધીને 40,794.74 અને નિફ્ટી 36.55 પોઈન્ટ્સ (0.31 ટકા) વધીને 11,971.05ના સ્તરે બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 2.5 ટકા ઘટીને 20.21ના સ્તરે બંધ રહ્યો હતો. સતત 10માં સત્રમાં શૅરબજાર વધ્યો છે.  

સેન્સેક્સના વધારા પાછળ આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી અને એચડીએફસી બૅન્કનો મોટો ફાળો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા વધ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.19 ટકા ઘટ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 1.63 ટકા, ફાઈ.સર્વિસ 1.79 ટકા, એફએમસીજી 0.11 ટકા, મીડિયા 0.24 ટકા, મેટલ 0.10 ટકા, પીએસયુ બૅન્ક 0.99 ટકા, પ્રાઈવેટ બૅન્ક 1.48 ટકા અને નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 1.06 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા 0.67 ટકા, નિફ્ટી આઈટી 1.28 ટકા અને નિફ્ટી ઓટો 0.27 ટકા ઘટ્યો હતો.  

નિફ્ટીમાં બજાજ ફિનસર્વ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ઈન્ડસઈન્ડ બૅન્કના શૅર સૌથી અધિક વધ્યા હતા, જ્યારે વિપ્રો, એનટીપીસી, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને તાતા મોટર્સના શૅર સૌથી અધિક ઘટ્યા હતા.

business news sensex nifty