બજેટથી નાખુશ શૅર બજાર, સેન્સેક્સ 987 અને નિફ્ટી 318 અંક નીચે બંધ

01 February, 2020 03:50 PM IST  |  Dalal Street Mumbai

બજેટથી નાખુશ શૅર બજાર, સેન્સેક્સ 987 અને નિફ્ટી 318 અંક નીચે બંધ

શૅર માર્કેટ

નાણામંત્રી નિર્મલા સીતારામણ આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ત્યારે બજેટમાં થનારા જાહેરાતની સીધી અસર શૅર બજાર પર જોવા મળી રહી છે. બજેટના લીધે આજે શનિવારે શૅર પણ માર્કેટ ખુલ્યું છે. શૅર બજાર બજેટ 2020થી ખુશ નથી અને એમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે.

Closing Bell: સામાન્ય બજેટ 2020થી રોકાણકારો ખુશ દેખાઈ નથી રહ્યા. આ જ કારણ છે કે શૅર બજાર આજે ભારી ઘટાડા સાથે બંધ થયું છે. બીએસઈના સેન્સેક્સ ઈન્જેક્સ 2.43% એટલેકે 987.96 અંક ઘટીને 39,735.53 પર બંધ થયું છે. જ્યાં નિફ્ટી 2.66% એટલે 318.50 અંકના ઘટાડા સાથે 11,643.60 અંક પર બંધ થયું છે.

3:07 વાગ્યે- આ સમયે સેન્સેક્સ 804 અંકના ઘટાડા સાથે 39,919 અંક પર ટ્રેન્ડ કરી રહ્યું હતું અને નિફ્ટી 258 અંકના ઘટાડા સાથે 11,703.80 પર કારોબાર કરી રહ્યું હતું.

આ સમયે નિફ્ટી 50 શૅરોમાંથી સૌથી વધારે ઘટાડો ITCમાં 5.97%, LARSEN & TOUBROમાં 5.78%, ZEE ENTERTAINMENT ENTERPRISESમાં 5.72%, HDFCમાં 5.30% અને BAJAJ FINSERVમાં 5.15%નો ઘટાડો દેખાઈ રહ્યો છે.

 

જ્યાં નિફ્ટી 50ના શૅરોમાં સૌથી વધારે તેજી TCSમાં 3.42%, HINDUSTAN UNILEVERમાં 2.07%, TECH MAHINDRAમાં 1.10%, INFOSYSમાં 0.66% અને DR. REDDY'S LABORATORIESમાં 0.50% દેખાઈ રહી હતી.

2:35 વાગ્યે - આ સમય પર સેન્સેક્સ 1.26 ટકા એટલે 511.39 અંકના ઘટાડા સાથે 40,212.10 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું. એ જ સમયે નિફ્ટી 1.81 ટકા એટલે 216.65 અંકોના ઘટાડા સાથે 11,745.45 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું.

આ સમય પર નિફ્ટી 50માં 4 કંપનીઓના શૅર લીલા નિશાન પર અને 46 કંપનીઓના શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા. સૌથી વધારે ઘટાડો બજાજ ફિનસર્વના શૅરમાં 5.24 ટકા અને સૌથી વધારે તેજી હિન્દુસ્તાન યૂનિલીવરના શૅરમાં 1.31%માં દેખાઈ રહી હતી.

આ શૅરોમાં સૌથી વધારે તેજી

શરૂઆતના કારોબારમાં 50ના શૅરોમાં GAIL, HINDUSTAN UNILEVER, DR. REDDY'S LABORATORIES, ITC અને BPCL કંપનીઓના શૅરોમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે.

આ શૅરોમાં સૌથી વધારે ઘટાડો

શરૂઆતના કારોબારમાં નિફ્ટી 50માં સામેલ શૅરોમાંથી POWERGRID, TECH MAHINDRA, TATASTEEL, VEDANTA LIMITED અને NTPCના શૅરોમાં સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો શુક્રવારે કુલ 11 સેક્ટોરિયલ ઈન્ડેક્સમાંથી 5 ઈન્ડેક્સ લીલા નિશાન પર અને 6 ઈન્ડેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. શુક્રવારે સૌથી વધારે તેજી નિફ્ટી રિયલ્ટીમાં 1.19% અને સૌથી વધારે ઘટાડો નિફ્ટી મેટલમાં 2.28% જોવા મળી હતી. 

sensex nifty business news bombay stock exchange national stock exchange