Stock Market: કોરોનાવાઇરસના નવા વેરિયન્ટની અસર શેર બજારમાં વર્તાઇ, સેન્સેક્સમાં 1300 અંકનો કડાકો

26 November, 2021 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સવારે 10.35 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,300 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં, સેન્સેક્સ 1317.82 પોઈન્ટ અથવા 2.24 ટકાના ઘટાડા સાથે 57,477.27 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

આજે ફરી એકવાર શેરબજારમાં ભૂકંપ આવ્યો છે. બીએસઈના 30 શેરવાળા સેન્સેક્સ અને એનએસઈના નિફ્ટી ઈન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો થયો છે. લાલ નિશાન પર ફરીથી વેપાર શરૂ કર્યાના થોડા સમય પછી, બંને સૂચકાંકોમાં તીવ્ર ઘટાડો થયો. સવારે 10.35 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 1,300 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 400 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં, સેન્સેક્સ 1317.82 પોઈન્ટ અથવા 2.24 ટકાના ઘટાડા સાથે 57,477.27 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 395.05 પોઈન્ટ અથવા 2.27 ટકા ઘટીને 17141.27 ના સ્તરે છે.


સપ્તાહના પાંચમા કારોબારી દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. BSE નો સેન્સેક્સ અને NSE નો નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા. ટ્રેડિંગ ડેમાં સેન્સેક્સ 815.71 પોઈન્ટ્સ અથવા 1.39 ટકા તૂટ્યો અને 58 હજારની નીચે ખુલ્યો. તેની શરૂઆત 57979.38 ના સ્તરે થઈ હતી. જ્યારે NSE નિફ્ટીએ 239.60 પોઈન્ટ અથવા 1.37 ટકાના ઘટાડા સાથે 17296.65 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
ગુરુવારે નબળી શરૂઆત પછી, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેર્સ ધરાવતો સેન્સેક્સ દિવસની ટ્રેડિંગ વોલેટિલિટી બાદ આખરે 454.10 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 58795.09 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 121.20 પોઈન્ટ અથવા 0.70 ટકાના ઉછાળા સાથે 17536.25 પર બંધ થયો હતો.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનું ખતરનાક વેરિઅન્ટ મળ્યા બાદ રોકાણકારોની ચિંતા પણ વધી ગઈ છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે નવો પ્રકાર B.1.1529 ડેલ્ટા કરતા પણ વધુ ખતરનાક છે અને દક્ષિણ આફ્રિકામાં 30 થી વધુ નવા કેસ મળી આવ્યા છે. વૈશ્વિક રિકવરી માટે આ મોટો આંચકો હોઈ શકે છે. આપણે કોવિડ-19ના નવા વેરિઅન્ટની અસર વિશે વાત કરીએ તો તેની અસર વિદેશી બજારોમાં પણ જોવા મળી રહી છે. ટોક્યોનો નેક્કી 225 ત્રણ ટકા અને હોંગકોંગનો હેંગ સેંગ 2.1 ટકા ઘટ્યો હતો. ભારત સરકારે રાજ્યોને દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને હોંગકોંગથી આવતા પ્રવાસીઓની કડક સ્ક્રીનિંગ અને પરીક્ષણ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ કારણે સ્થાનિક બજારમાં પણ ભૂકંપ જોવા મળી રહ્યો છે

share market sensex nifty bombay stock exchange