નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮૩૨૯ અને નીચામાં ૧૮૦૮૪ મહત્ત્વની સપાટીઓ

22 May, 2023 02:46 PM IST  |  Mumbai | Ashok Trivedi

નિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૮,૦૮૪.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૦૮ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૮,૨૨૫.૪૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૨૯૮.૨૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૬૧,૭૨૯.૬૮ બંધ રહ્યો. ઉપરમાં ૬૧,૭૮૫ ઉપર ૬૧,૮૭૭, ૬૨,૨૩૦, ૬૨,૪૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૧,૨૫૧ નીચે ૬૧,૧૯૦, ૬૦,૮૫૦, ૬૦,૫૦૦, ૬૦,૪૭૦, ૬૦,૧૬૦, ૫૯,૮૨૦ સુધીની શક્યતા. ગુરુવારે મન્થ્લી એક્સપાયરી છે. પોઝિશન પ્રમાણે અફરાતફરી જોવા મળશે. રોકાણકારોએ પોતાની વિવેકબુદ્ધિનો સદુપયોગ કરવો જોઈએ. 

નિફ્ટી ફ્યુચર ૧૮,૦૮૪ તૂટશે તો દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી થશે. મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (ડૉ. થિયરી ભલે છેલ્લાં ઘણાં વર્ષોથી તેજી અને મંદીનો ટ્રેન્ડ પારખવામાં સહાયભૂત થતી આવી છે છતાં એ લોકાની ટીકાથી પર નથી, કારણ કે ઘણી વાર એવું જોવામાં આવ્યું છે કે ડૉ. થિયરી પર આધારિત લેવા અથવા વેચવાનો સંકેત મળે ત્યારે બજાર સારું એવું વધી અથવા ઘટી ગયું હોય છે. એટલે કે સામાન્ય રીતે વીસથી પચીસ ટકાની વધ-ઘટ થયા બાદ લેવા અથવા વેચવાનો સંકેત મળે છે. શૉર્ટ ટર્મ ટ્રેન્ડ માટે દૈનિક, ઇન્ટરમિડિયેટ ટ્રેન્ડ માટે અઠવાડિક અને મેજર ટ્રેન્ડ માટે મન્થ્લી ચાર્ટનો અભ્યાસ કરવો જોઈએ. સફળતા મોટા ભાગે અનુભવના આધારે મળતી હોય છે. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૧૮૧.૯૧ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

પંજાબ નૅશનલ બૅન્ક (૪૯.૨૫): ૫૩.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦ ઉપર ૫૩.૮૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૬ નીચે ૪૪.૪૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય. પરિણામો ખૂબ જ સારાં કહી શકાય. ડિવિડન્ડ ૬૫ પૈસા જાહેર કર્યું છે. લાબાં ગાળાનું ધ્યાન સારું જ છે. 

બ્રિટાનિયા (૪૪૯૯.૮૫) : ૪૭૦૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૫૬૩ ઉપર ૪૫૯૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૪૮૪ નીચે ૪૪૬૮, ૪૪૩૦, ૪૩૯૦ સુધીની શક્યતા. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૩,૯૬૭.૧૫) : ૩૮,૮૩૧.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૪,૧૧૪ ઉપર ૪૪,૨૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૩,૪૬૫ નીચે ૪૩,૪૦૦, ૪૨,૬૩૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૮,૨૨૫.૪૦)

૧૮,૪૭૩.૧૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૨૪૨ ઉપર ૧૮,૨૭૨, ૧૮,૩૨૯, ૧૮,૩૭૨, ૧૮,૪૩૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૮,૦૮૪ નીચે ૧૭,૯૭૦, ૧૭,૮૭૦, ૧૭,૭૨૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ભારતી ઍરટેલ (૮૦૫.૭૫)

૭૩૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૦૯ ઉપર ૮૧૪ કુદાવે તો ૮૨૧, ૮૨૯ સુધીની શક્યતા. નીચામાં ૭૯૨ ક્લોઝિંગ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

પીવીઆર ઇનૉક્સ (૧૩૭૨.૬૦)

૨૨૧૪.૮૫ના મેજર ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦૫ ઉપર ૧૪૨૫, ૧૪૪૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૩૩૬ નીચે ૧૨૮૧, ૧૨૭૧, ૧૨૨૪ સુધીની શક્યતા. ફિલ્મલાઇનના શૅરોમાં ક્યારેય રોકાણ ન કરવું હિતાવહ. આ સાથે મન્થ્લી ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

 મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,  હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે. - મરીઝ 

business news share market stock market national stock exchange bombay stock exchange sensex nifty