શૅર બજાર: વધારા સાથે ખુલ્યું બજાર, આ કંપનીઓના શૅરોમાં આવી તેજી

19 May, 2020 09:45 AM IST  |  Dalal Street Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅર બજાર: વધારા સાથે ખુલ્યું બજાર, આ કંપનીઓના શૅરોમાં આવી તેજી

બીએસઈ

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયેલા માર્કેટે મંગળવારે વધારા સાથે શરૂઆત કરી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના સેન્સેક્સ ઈન્ડેક્સ મંગળવારે 421.76 અંકના વધારા સાથે 30,450.74 પર ખુલ્યું છે. સેન્સેક્સ મંગળવારે સવારે 9 વાગીને 20 મિનિટ પર 1.65% એટલે 496.30 અંકના વધારા સાથે 30,525.28 પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શૅરોમાંથી 24 શૅર લીલા નિશાન પર અને ફક્ત 4 શૅર લાલ નિશાન પર કારોબાર કરતા દેખાયા.

સેન્સેક્સના શૅરોમાં શરૂઆતના કારોબારમાં સૌથી વધારે તેજી ભારતી એરટેલમાં 5.36% જોવા મળી છે. બાદ ઓએનજીસીના શૅરમાં 4.73% એચડીએફસીમાં 3.96%, કોટક બેન્કમાં 2.54%, મારૂતિમાં 2.42%, બજાજ ઑટોમાં 2.35%, પાવરગ્રિડમાં 1.55%, હીરો મોટોકૉર્પમાં 1.45% અને ICICI બેન્કમાં 1.37%ની તેજી જોવા મળી છે.

મંગળવારે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના શૅરોમાં સૌથી વધારે ઘટાડો ટીસીએસના શૅરમાં 0.57% જોવા મળ્યો છે, અને એ 1933.70 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. બાદ એસબીઆઈમાં 0.55% અને એશિયન પેન્ટ્સના શૅરોમાં 0.35%નો ઘટાડો જોવા મળ્યો છે.

શરૂઆતના કારોબારમાં મંગળવારે નેશનલ સ્ટૉક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સ પણ વધારા સાથે ટ્રેન્ડ કરતા દેખાયા છે. સવારે સાડા નવ વાગ્યે 0.97% એટલે 85.70 અંકના વધારા સાથે 8908.95 પર ટ્રેન્ડ કરતા દેખાયા. આ સમયે 50 શૅરોવાળા નિફ્ટીના 41 શૅર લીલા નિશાન પર અને 9 શૅર લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા હતા.

business news sensex nifty bombay stock exchange national news