સ્પાઈસ જેટ ઓક્ટોબરથી શરૂ કરશે 46 નવી ફ્લાઈટ, ગુજરાતને મળશે આ લાભ

27 September, 2019 02:51 PM IST  |  મુંબઈ

સ્પાઈસ જેટ ઓક્ટોબરથી શરૂ કરશે 46 નવી ફ્લાઈટ, ગુજરાતને મળશે આ લાભ

સ્પાઈસ જેટે કરી મહત્વની જાહેરાત..

હવે રાજકોટમાં પણ સ્પાઈસ જેટના ડેસ્ટિનેશનના રૂપમાં સામેલ થઈ ગયું છે. સ્પાઈસજેટે પોતાના ડોમેસ્ટિક નેટવર્કનો વિસ્તાર કર્યો છે. સ્પાઈસજેટે 46 નવી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં પુણે-જોધપુર, ચેન્નઈ-દુર્ગાપુર, મુંબઈ-જોધપુર, બેંગલુરૂ-ગુવાહાટી, ચેન્નઈ-વિશાખાપટ્ટનમ, ચેન્નઈ-જયપુર, વિજયવાડા-વિશાખાપટ્ટન, હૈદરાબાદ-ઔરંગાબાગ સામેલ છે.

સ્પાઈસજેટ ચેન્નઈ, પટના, અમદાવાદ જોધપુર અને સૂરત-ઉદયપુર વચ્ચે ફ્લાઈટ શરૂ કરશે. સાથે તેમણે 46 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરવાની તેમજ રાજકોટને જોડવાની ઘોષણા કરી છે.

આ પણ જુઓઃ જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....

સ્પાઈસજેટના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક અજય સિંહે કહ્યું કે, અમે દેશના નાના શહેરો અને કસ્બાઓની વિકાસ ક્ષમતામાં તેજી લાવી રહ્યા છે.અમે જે રૂટમાં ઘોષમણા કરી છે  જેના પર માંગ વધારે છે. સ્પાઈસ જેટ નવી ઉડાનો સાથે રાજકોટ, ઔરંગાબાદ, જોધપુર, વારાણસી, શિરડી, વિજયવાડા, વિશાખાપટ્ટનમ તથા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ નેટવર્ક પર સરળતાથી યાત્રા કરી શકશે.

spicejet business news