સ્પાઈસ જેટે મુંબઈને કનેક્ટ કરતી 19 નવી ફ્લાઈટ્સ કરી લૉન્ચ

02 May, 2019 04:13 PM IST  |  મુંબઈ

સ્પાઈસ જેટે મુંબઈને કનેક્ટ કરતી 19 નવી ફ્લાઈટ્સ કરી લૉન્ચ

સ્પાઈસ જેટે શરૂ કરી 19 નવી ફ્લાઈટ્સ

સ્પાઈટ જેટે દેશની આર્થિક રાજધાની સાથે કનેક્ટિવિટી વધારવા માટે નવી ફ્લાઈટ્સ અનાઉન્સ કરી છે. જેમાં પહેલીવાર મુંબઈથી મદુરાઈ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. સાથે જ મુંબઈથી જમ્મૂ, મુંબઈ- દહેરાદૂન-મુંબઈ અને મુંબઈ-ગુવાહાટી-મુંબઈ ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે.

સ્પાઈસ જેટ મુંબઈ-શ્રીનગર, મુંબઈ-કોઈમ્બતૂર, મુંબઈ-કોચી, મુંબઈ- જયપુર રૂટ પર પણ ફ્લાઈટની ફ્રીકવન્સી વધારવાનું વિચારી રહ્યું છે. નવી શરૂ કરવામાં આવેલી તમામ ફ્લાઈટ્સ ડેઈલી ફ્લાઈટ્સ છે. સ્પાઈસ જેટનો હેતુ નોન-મેટ્રો શહેરોને મેટ્રો શહેરો સાથે જોડવાનો છે.

સ્પાઈસ જેટના ચીફ સેલ્સ અને રેવન્યૂ ઑફિસર શિલ્પા ભાટિયાના કહેવા પ્રમાણે, "અમે મુંબઈ, કે જે દેશની આર્થિક રાજધાની છે ત્યાંથી નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આનંદ અનુભવી રહ્યા છે. ભારતના એવિએશન માર્કેટમાં હાલ જે શોર્ટેજ છે તેની સાથે ડીલ કરવા માટે અમે તમામ પ્રયાસો કરી રહ્યા છે, અમારો પ્રયાસ છે કે મુસાફરોને ઓછામાં ઓછી પરેશાની થાય."

આ પણ વાંચોઃ સ્પાઈસ જેટે જેટ એરવેઝના 1000 કર્મચારીઓને આપી નોકરી

નેશનલની સાથે સ્પાઈસ જેટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પણ અનાઉન્સ કરી છે. જેમાં મુંબઈથી હોંગકોંગ, જેદ્દાહ, દુબઈ, કોલંબો,  ઢાકા, રિયાદ, બેંગકોક અને કાઠમાંડુના રૂટનો સમાવેશ થાય છે.

spicejet