સ્પાઈસ જેટે જેટ એરવેઝના 1000 કર્મચારીઓને આપી નોકરી

Updated: Apr 24, 2019, 17:58 IST | મુંબઈ

સ્પાઈસ જેટએ જેટ એરવેઝના 1000 કર્મચારીઓને નોકરી આપી છે. ET Nowના અહેવાલ પ્રમાણે સ્પાઈસ જેટના ચેરમેન અજય સિંહે આ વાત કરી છે.

સ્પાઈસ જેટએ કરી જેટ એરવેઝના કર્મચારીઓની મદદ
સ્પાઈસ જેટએ કરી જેટ એરવેઝના કર્મચારીઓની મદદ

જેટ એરવેઝ બંધ થતા તેના હજારો કર્મચારીઓ રસ્તા પર આવી ગયા છે. એવામાં સ્પાઈસ જેટ સતત જેટ એરવેઝના કર્મચારીઓની મદદ કરી રહ્યું છે. સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહે ET Now સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે સ્પાઈસ જેટ જેટ એરવેઝના વધુમાં વધુ કર્મચારીઓનો નોકરી પર રાખી રહ્યું છે. તેમણે એક હજાર કર્મચારીઓને નોકરી આપી છે અને વધુ કર્મચારીઓને નોકરી આપશે.

જેટ હાલ બંધ પડ્યું છે. એર લાઈંસના કર્મચારીઓ બેરોજગાર છે. એવામાં સ્પાઈસ જેટે કેટલીક રાહત આપી છે. સ્પાઈસ જેટએ હાલમાં જ પાંચ નવા એરક્રાફ્ટ ચાલુ કર્યા છે. અને આવનારા સમયમાં કંપની નવા 40 એરક્રાફ્ટ શરૂ કરશે. અજય સિંહે કહ્યું કે તેમણે સરકાર પાસે એક પણ રૂપિયાનું કંસેશન કે લોન નથી માંગી.

"નવી ફ્લાઈટ શરૂ થતા ભાડા થશે સસ્તા"

દિલ્હીથી મુંબઈના ભાડા 30 હજાર સુધી પહોંચવા મામલે તેમણે કહ્યું કે આ માટે ક્ષમતા વધારવી પડશે. તેમના પ્રમાણે સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરના મુકાબલે મે અને જૂનમાં હવાઈ ભાડાઓ વધારે જ રહે છે.
તેમણે કહ્યું કે જલ્દી જ ક્ષમતા વધારવામાં આવશે એટલે ભાડા ઓછા થશે. જેટ એરવેઝ માટે બોલી લગાવવા માટે તેમણે કહ્યું કે અમે સંખ્યા જોઈ છે. આ મીડિયમાં બતાવવામાં આવતા આંકડાઓથી ઘણી વધુ છે.જો તમે એરલાઈન્સનું તમામ દેવું જુઓ તો તે 25 હજાર કરોડ સુધી પહોંચશે. એટલો ભાર સ્પાઈસ જેટ નહીં ઉઠાવી શકે.

"જેટ એરવેઝ ફરીથી શરૂ કરવી અઘરું"

ET Now સાથેની વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું કે જેટ એરવેઝ શરૂ કરવા માટે 11 હજાર કરોડ રૂપિયાની જરૂર છે. તેમના પ્રમાણે આ ખૂબ અઘરું છે. તેમણે કહ્યું કે આ એપિસોડથી એવિએશન ઈંડસ્ટ્રીમાં સારો સંદેશ નથી ગયો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK