6000 ભારતીયોએ સાયપ્રસ & ગ્રીક રોકાણ સ્કીમનો લાભ લઇ નાગરિકત્વ મેળવ્યું

04 December, 2019 10:55 AM IST  |  Mumbai

6000 ભારતીયોએ સાયપ્રસ & ગ્રીક રોકાણ સ્કીમનો લાભ લઇ નાગરિકત્વ મેળવ્યું

યુરોપનું પ્રવાસી સ્થળ ગ્રીસ અને સાયપ્રસ

વધુ ને વધુ ભારતીય નાગરિકો બ્રિટન, કૅનેડા અને અમેરિકામાં મૂડીરોકાણ સ્થાયી રીતે ત્યાં સ્થળાંતર કરવા માટે વિઝાની અરજી કરી રહ્યા છે ત્યારે યુરોપમાં સાયપ્રસ અને ગ્રીસમાં પણ હવે વધુ એક વિકલ્પ આકર્ષણ જમાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાયપ્રસના રિયલ એસ્ટેટ ડેવલપર લેપ્ટોસ એસ્ટેટ સાયપ્રસ અને ગ્રીસમાં રેસિડન્સી અને નાગરિકત્વ મળે એ માટે ભારતમાં ખાસ અભિયાન ચલાવી રહ્યા છે. આ કંપની દર વર્ષે સેંકડો કેસની પ્રક્રિયા કરે છે, જેમાંથી ભારતીય રોકાણકારોનું પ્રમાણ કાયમ માટે વધતું રહે છે.

લેપ્ટોસ થકી જાણવા મળેલી વિગતો અનુસાર છેલ્લા એક વર્ષમાં 6000 જેટલા ભારતીયો આ યોજનાનો લાભ લઈ સાયપ્રસ અને ગ્રીસના વિઝા મેળવી ચૂક્યા છે. આ દેશો અન્ય દેશોની તુલનામાં ઝડપી, સસ્તી અને અત્યંત વ્યાપક રેસિડન્સી રોકાણ સ્કીમો મારફત ઑફર કરે છે. લેપ્ટોસ ભારપૂર્વક જણાવે છે કે યુરોપિયન યુનિયનના બન્ને દેશો મોટો પરિવાર અને પારિવારિક દ્વારા ચાલતો વ્યવસાય ધરાવતા શ્રીમંત ભારતીયો માટે શ્રેષ્ઠ પસંદગી છે.

પ્રોફેશનલ વેલ્થ મૅનેજમેન્ટના એક અહેવાલ અનુસાર સાયપ્રસ રોકાણ દ્વારા રેસિડન્સી માટે ટોચનાં 10 ડેસ્ટિનેશન્સમાં સ્થાન ધરાવે છે અને એની સાથે સેન્ટ કિટ્સ અને નેવીસ, ગ્રેનેડા, ઍન્ટિગા, સેન્ટ લુસિયા અને ઑસ્ટ્રિયાનો પણ સમાવેશ છે. વધુમાં ઉમેરો કરતાં નાઇટ ફ્રૅન્ક વેધર રિપોર્ટના એક અહેવાલ અનુસાર 21 ભારતીય અલ્ટ્રા હાઈ નેટવર્થ વ્યક્તિઓએ ભારતની બહાર ઘર ખરીદવાનો નિર્દેશ આપ્યો છે.

અન્ય લોકપ્રિય સ્કીમોની તુલનામાં સિપ્રિયોટ અને ગ્રીક રેસિડન્સીના ફાયદા પર નજર નાખતાં જણાય છે કે સાયપ્રસ સંબંધિત રીતે ઝડપી અને અંતરાયમુક્ત રેસિડન્સી ઑફર કરે છે; અરજદારો ફક્ત 60 દિવસમાં જ સાયપ્રસના સત્તાવાર રેસિડન્ટ બની જતા હોવાથી મંજૂરી મળતાં પહેલાં કે પછી રોકાણકારોએ જાતે સાયપ્રસમાં રહેવાની જરૂર પડતી નથી. ગ્રીસ પણ સમાન સ્કીમ ધરાવે છે, જેમાં પ્રક્રિયામાં સરેરાશ 10 દિવસનો સમય લાગે છે અને ત્યાં નાગરિકત્વ માટે રેસિડન્ટસ 7 વર્ષો પછી અધિકાર પ્રાપ્ત કરે છે.

સમાન યોજનાઓની તુલના કરીએ તો અમેરિકામાં રેસિડન્સી માટે પાંચમાંથી ત્રણ વર્ષ દેશમાં રહેવું જરૂરી છે. યુકેની સ્કીમ અનુસાર દર વર્ષે 9 મહિના દેશમાં રહેવાની જરૂર છે અને નાગરિકત્વ માટે બીજાં સાડાછ વર્ષની રાહ જોવી પડે છે. ઑસ્ટ્રેલિયામાં રેસિડન્સી માટે લાયક બનવા માટે, પાંચમાં બે વર્ષ દેશમાં રહેવું જરૂરી છે.

આ પણ જુઓ : જ્યારે એકસાથે જોવા મળ્યો આખો અંબાણી પરિવાર, જુઓ તસવીરો

સિપ્રિયોટ અને ગ્રીક રેસિડન્સી  દેશમાં રોજગાર મેળવવાની મંજૂરી આપતા ન હોવા છતાં એ બિઝનેસ શરૂ કરવાની મંજૂરી આપે છે. રેસિડેન્સી યોજના આખા કુટુંબને આવરી લે છે (માતાપિતા, દાદા-દાદી અને 28 વર્ષ સુધીના સંતાન સહિત) અને સિપ્રિયોટ અથવા ગ્રીક નાગરિકત્વ માટે અરજી કરવાની મંજૂરી આપે છે, મોટા પરિવારો અને કુટુંબ સંચાલિત બિઝનેસવાળા શ્રીમંત ભારતીયો માટે આદર્શ છે. કાયમી રેસિડન્સીધારકોને કોઈ પણ શેન્જેન એમ્બેસી દ્વારા શેન્જેન વિઝા માટે અરજી કરવાનો હક પણ છે. એક વાર એ પ્રાપ્ત થઈ ગયા પછી રેસિડન્સી જીવન પર્યંત બની જાય છે.

world news business news