એમએસએમઈને રાહતના દરે લોન આપશે સિડબી અને ગૂગલ ઇન્ડિયા

19 November, 2021 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિડબી અને ગૂગલ ઇન્ડિયાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યમો (એમએસએમઈ)ને સહાય કરવા માટે ધિરાણની યોજના શરૂ કરી છે. 

પ્રતિકાત્મક તસવીર

સિડબી અને ગૂગલ ઇન્ડિયાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યમો (એમએસએમઈ)ને સહાય કરવા માટે ધિરાણની યોજના શરૂ કરી છે. 
સિડબી (સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા)એ નિવેદનમાં જણાવ્યા મુજબ ગૂગલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી શરૂ કરાયેલી યોજના હેઠળ ૧૫ મિલ્યન ડૉલર (આશરે ૧૧૦ કરોડ રૂપિયા)નું ભંડોળ રાહતના વ્યાજે આ એકમોને આપશે. પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા એકમોને ૨૫ લાખથી લઈને ૧ કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. 

business news google