શૅરબજારમાં ૨૭મી જાન્યુઆરીથી તમામ શૅરમાં ટી પ્લસ વન સેટલમેન્ટ અમલી બનશે

26 January, 2023 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેબીએ તબક્કાવાર આ સિસ્ટમનો અમલ કરવાના અંતિમ તબક્કામાં હવે ૨૫૬ કંપનીઓના શૅરમાં શુક્રવારથી આ સિસ્ટમનો અમલ શરૂ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ભારતીય શૅરબજારમાં એક નવા સીમાચિહ્‍નરૂપ ૨૭ જાન્યુઆરીથી તમામ કંપનીઓના શૅરમાં ટી પ્લસ વન સેટલમેન્ટનો અમલ થઈ જશે. સેબીએ તબક્કાવાર આ સિસ્ટમનો અમલ કરવાના અંતિમ તબક્કામાં હવે ૨૫૬ કંપનીઓના શૅરમાં શુક્રવારથી આ સિસ્ટમનો અમલ શરૂ થઈ જશે. વિશ્વમાં ચીન બાદ ભારત એવો બીજો દેશ છે જે તમામ શૅરોમાં ટી પ્લસ વન સેટલમેન્ટ સિસ્ટમનો અમલ કરી રહ્યો છે. અમેરિકા, યુરોપ અને જપાન જેવા દેશોમાં ટી પ્લસ ટુ સેટલમેન્ટ સિસ્ટમ અમલી છે.

ટી પ્લસ વન સેટલમેન્ટ સિસ્ટમ રોકાણકારોને ફન્ડ અને શૅરને ઝડપથી રોલ કરીને વધુ વેપાર કરવાનો વિકલ્પ આપશે. પતાવટ ચક્ર ત્યારે જ પૂર્ણ કહેવાય છે જ્યારે ખરીદનારને શૅર મળે અને વેચનારને પૈસા મળે. ભારતમાં હાલમાં સેટલમેન્ટની સિસ્ટમ ટી પ્લસ ટુના રોલિંગ સેટલમેન્ટ સિદ્ધાંત પર આધારિત છે. સેટલમેન્ટ સાઇકલને વધુ ટી પ્લસ વન સુધી ઘટાડવાથી માર્કેટ લિક્વિડિટીમાં વધારો થશે.

business news share market stock market national stock exchange bombay stock exchange sebi