બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

09 July, 2019 08:05 AM IST  |  મુંબઈ

બે દિવસમાં શૅરબજારમાં 5.55 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ

બીએસઈ

શેરબજાર માટે બજેટમાં કોઈ ખાસ મોટી જાહેરાત નથી. બજારની દ્રષ્ટિએ મંદ પડી રહેલું ભારતીય અર્થતંત્ર તાત્કાલિક તેજીમય બને, લોકોનો વપરાશ વધે, કંપનીઓના ઉત્પાદનની માંગ વધે એવી કોઈ જાહેરાત આ બજેટમાં નથી. ઊલટું, બજેટમાં એવી કેટલીક જોગવાઈઓ છે જેની બજારના રોકાણકારોના માનસ ઉપર માઠી અસર પડી છે અને શુકવાર અને સોમવાર એમ બે દિવસમાં જ બજારમાં રૂ.૫.૫૫ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે.

શુકવારે બજેટના દિવસે સેન્સકેસ ૩૯૪ પોઈન્ટ અને સોમવારે ૭૯૨ પોઈન્ટ ઘટી ગયો એમ કુલ ૧૧૮૬ પોઈન્ટ ઘટી બે મહિનાની નીચી સપાટીએ પટકાયો હતો. બજેટમાં બાયબેક ઉપર ૨૦ ટકા ટેક્સ અને કેટલાક વર્ગના લોકો ઉપર આવકવેરામાં વધારાનો સરચાર્જ દાખલ કરવામાં આવ્યો છે. એવી દહેશત છે કે ટ્રસ્ટ અને એસોસિએશન ઓફ પર્સન્સ તરીકે નોંધાયેલી વિદેશી સંસ્થાઓને પણ આમાં સરચાર્જ ભરવો પડશે. આવી લગભગ ૨૦૦૦ જેટલી નાણા સંસ્થાઓ છે. કેન્દ્ર સરકારે આ અંગે સ્પષ્ટતા કરીશું એટલી જ વાત કરી છે પણ કોઈ જાહેરાત નહી થતા માનસ વધારે ખરડાયું છે.

આ પણ વાંચો : ભારતમાં 1.75 લાખ લોકોએ વર્ષ દરમ્યન ખાતામાંથી 1 કરોડથી વધુ રોકડ ઉપાડી

બીજી તરફ, પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદા પણ ૨૫ ટકાથી વધારી ૩૫ ટકા કરવામાં આવતા લગભગ રૂપિયા ચાર લાખ કરોડના શેર બજારમાં નવા વેચવા પડશે એવી ગણતરી છે. આટલી મોટી માત્રામાં શેર બજારમાં આવે તો નાણા પ્રવાહિતા ઘટી જાય એટલે પણ બજાર ઘટ્યું હતું.

sensex bombay stock exchange national stock exchange nifty business news