સેન્સેક્સ 1115 પોઈન્ટ્સ ઘટ્યો

24 September, 2020 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ 1115 પોઈન્ટ્સ ઘટ્યો

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક ધોરણે કોરોના મહામારીનો પ્રકોપ વધતો જ હોવાથી વૈશ્વિક શૅર્સમાં વેચવાલી થવાની સાથે ડૉલર મજબૂત રહ્યો હતો. તેમ જ ફ્યૂચર્સ એન્ડ ઑપ્શન્સ (એફએન્ડઓ)ની એક્સપાઈરીને લીધે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 12 ટકા વધીને 23.5ના સ્તરે રહ્યો હતો.

સેન્સેક્સ 1,114.82 પોઈન્ટ્સ (2.96 ટકા) ઘટીને 36,553.60ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 326.40 પોઈન્ટ્સ (2.93 ટકા) ઘટીને 10,805.50ના સ્તરે બંધ રહ્યો હતો. આજના સત્રમાં શૅરબજારની મૂડીમાં રૂ.3.87 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

ઈન્ફોસિસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી અ આઈટીસીના શૅર્સમાં ઘટાડો નોંધાયો હતો. ભારતના ઉભરતા બજારમાં ગ્લોબલ રેટિંગ એજન્સી એસએન્ડપીએ બૅન્કિંગ પ્રણાલી બાબતે ચિંતા વ્યક્ત કરતા ઈન્ડસઈન્ડ બૅન્ક, આરબીએલ બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાના શૅર ઘટ્યા હતા.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 2.14 ટકા ઘટીને 13,933 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 2.28 ટકા ઘટીને 14,168ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના દરેક ઈન્ડેક્સ ઘટ્યા હતા, જેમાં સૌથી વધુ નિફ્ટી મેટલ 4.24 ટકા, પીએસયુ બૅન્ક 3.89 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બૅન્ક 3.53 ટકા ઘટ્યા હતા.

sensex nifty coronavirus covid19