વ્યાપક ખરીદીના ટેકે સેન્સેક્સ 593 પોઈન્ટ્સ વધ્યો

28 September, 2020 04:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વ્યાપક ખરીદીના ટેકે સેન્સેક્સ 593 પોઈન્ટ્સ વધ્યો

પ્રતીકાત્મક તસવીર

ઓટો અને બૅન્ક શૅર્સના ટેકે આજે સ્થાનિક બજારોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 592.97 પોઈન્ટ્સ (1.59 ટકા) વધીને 37,981.63ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 177.20 પોઈન્ટ્સ (1.60 ટકા) વધીને 11,227.50 બંધ રહ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પાંચ ટકા જેટલો ઘટીને 19.57ના સ્તરે બંધ રહ્યો હતો.

ઈન્ડસઈન્ડ બૅન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બૅન્ક, તાતા મોટર્સ અને પાવરગ્રીડના શૅર્સ નિફ્ટીમાં સૌથી વધુ વધ્યા હતા, જ્યારે વિપ્રો, એચયુએલ, નેસલે અને ઈન્ફોસિસના શૅર્સ સૌથી અધિક ઘટ્યા હતા. સેન્સેક્સની 30માંથી 27 કંપનીઓના શૅરભાવ વધ્યા હતા.

વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ 2.68 ટકા વધીને 14,721 જ્યારે  અને એસએન્ડપી બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 368 પોઈન્ટ્સ  (2.54 ટકા) વધીને 14,863.25ના સ્તરે બંધ રહ્યો હતો.  

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક, 3.26 ટકા, ઓટો 3.04 ટકા, ફાઈ.સર્વિસ 2.51 ટકા, નિફ્ટી એફએમસીજી 0.85 ટકા, આઈટી 0.78 ટકા, મીડિયા 4.77 ટકા, મેટલ 2.96 ટકા, ફાર્મા 1.73 ટકા, પીએસયુ બૅન્ક 3.34 ટકા, પ્રાઈવેટ બૅન્ક 3.55 ટકા, રિયલ્ટી સૂચકાંક 3.03 ટકા વધ્યો હતો.

sensex nifty business news