સેન્સેક્સ 1422 અંક ઉછાળા સાથે બંધ, ત્યાં નિફ્ટી 11,828ની પાર

20 May, 2019 04:25 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

સેન્સેક્સ 1422 અંક ઉછાળા સાથે બંધ, ત્યાં નિફ્ટી 11,828ની પાર

સેન્સેક્સ 1422 અંક ઉછાળા સાથે બંધ

એક્ઝિટ પોલમાં ફરી એકવાર NDAની સરકાર બનવાના અનુમાનથી અઠવાડિયાના પહેલા જ દિવસે શૅર માર્કેટ તેજી સાથે ખુલ્યુ હતું. શૅર બજારમાં જબરદસ્તી તેજી નજર આવી છે. 2009 બાદ પહેલી વાર છે જે બજારમાં એક દિવસમાં આટલો મોટો ઉછાળો આવ્યો છે. બીએસઈના સેન્સેક્સ 1421. 90 અંકના ઉછાળા સાથે 39,352.67 અને એનએસઈના નિફ્ટી 421.10 અંકોના વધારા સાથે 11,828.25ના સ્તર પર બંધ થયું. નિફ્ટી 3.69%ના જોરદાર વધારા સાથે બંધ થયું ત્યાં સેન્સેક્સ પણ 3.75%ની તેજી સાથે બંધ થયું. અદાણી ગ્રુપની બધી કંપનીઓના શેરોમાં આજે જોરદાર તેજી જોવા મળી. એનએસઈના બધા સેક્ટોરિયલ ઈન્ડેક્સ સોમવારે વધારા સાથે બંધ થયા.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ સૌથી વધારે તેજી પીએસયૂ બેન્કમાં જોવા મળી, જે 7.88%ના વધારે સાથે બંધ થયું. નિફ્ટી ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 4.60%, નિફ્ટી ઑટો 4.16%, નિફ્ટી રિયલ્ટી 5.72% અને નિફ્ટી પ્રાઈવપેટ બેન્ક 4.21%ના વધારા સાથે બંધ થયું.

નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સ: નિફ્ટી 50માં સામેલ કંપનીઓમાં સૌથી વધારે તેજી અદાણી પોર્ટ્સ 10.76% અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં 10.70%ના વધારા સાથે બંધ થયું. એ જ પ્રકારે ઈન્ડસઈન્ડ બેન્ક 9.10%ની તેજી સાથે 1,498.55 રૂપિયા, એસબીઆઈ 8%ની તેજી સાથે 344.75 અને ગ્રાસિમ 7.20%ની તેજી સાથે 886.60 રૂપિયા પર બંધ થયું.

સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાંથી ઈન્ફોસિસ અને બજાજ ઑટોને છોડીને બાકી બધી કંપનીઓના શૅર લીલા નિશાનમાં બંધ થયા. ઈન્ડિયાબુલ્સમાં સૌથી વધારે 8.64%નો વધારો નોંધવામાં આવ્યો.

sensex bombay stock exchange national stock exchange business news