ઐતિહાસિક ઉંચાઈ પર બજાર, સેંસેક્સ 39,000ને પાર

01 April, 2019 11:40 AM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

ઐતિહાસિક ઉંચાઈ પર બજાર, સેંસેક્સ 39,000ને પાર

માર્કેટ ઐતિહાસિક ઉંચાઈએ

એપ્રિલના પહેલા દિવસે જ સેંસેક્સે ઐતિહાસિક સપાટીને પાર કરી છે. સવારે 10 વાગ્યેને 19 મિનિટે સેંસેક્સ 335 અંક ઉછળીને 39, 008ના સ્તર પર અને નિફ્ટી 85 અંકની તેજી સાથે 11, 708 પર ચાલી રહ્યું છે. નિફ્ટી 50માં સામેલ 50 શેર્સમાં 37 લીલા અને 13 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. ઈંડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.80 ટકાની અને સ્મૉલકેપ 1.22 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યા છે.

સવારે 9 વાગ્યેને 16 મિનિટ પર સેંસેક્સ 190 અંકોની તેજી સાથે 38, 863 અને નિફ્ટી 60 અંકોના ઉછાળા સાથે 11, 684 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી 50માં સામેલ 50 શેર્સ માંથી 45 લીલા અને 5 લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. ત્યાં જ નિફ્ટી ઈંડેક્સની વાત કરીએ તો મિડકેપ 0.70 ટકા તેજી અને અને સ્મૉલકેપ 0.95 ટકા તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. મહત્વનું છે કે ગયા શુક્રવારે સેંસેક્સ તેજી સાથે 38, 772 અને નિફ્ટી 11, 623.90 સાથે બંધ થયો હતો.

સેક્ટોરિયલ ઈંડેક્સનો હાલ
તમામ સેક્ટરના ઈંડેક્સ લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે. PSU બેંકનો નિફ્ટી સૌથી મોટો ગેઈનર છે. સવારે સાડા નવ વાગ્યે નિફ્ટી ઑટો 1.01 ટકા તેજી, નિફ્ટી ફાઈનેંસ સર્વિસ 0.40 ટકાની તેજી, નિફ્ટી FMCG 0.50 ટકા તેજી, નિફ્ટી IT 0.83 ટકા તેજી, નિફ્ટી મેટલ 2.01 ટકા તેજી, નિફ્ટી ફાર્મા 0.58 ટકા તેજી અને નિફ્ટી રિયલિટી 0.17 ટકા તેજી સાથે કારોબાર કરી રહ્યો છે.

sensex bombay stock exchange