બ્લુ-ચીપ શૅર્સમાં લેવાલી વધતા સેન્સેક્સમાં ઉછાળો

16 September, 2020 04:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્લુ-ચીપ શૅર્સમાં લેવાલી વધતા સેન્સેક્સમાં ઉછાળો

ફાઈલ તસવીર

બ્લુ-ચીપ શૅર્સ જેવા કે એચડીએફસી બૅન્ક, ઈન્ફોસિસ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર (એમએન્ડએમ) અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં લેવાલીના ટેકે સ્થાનિક શૅરબજારો સતત બીજા દિવસે વધ્યા હતા.

સેન્સેક્સ 259 પોઈન્ટ્સ (0.66 ટકા) વધીને 39,302.85ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 83 પોઈન્ટ્સ (0.72 ટકા) વધીને 11,604.55 બંધ રહ્યો હતો. જ્યારે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પાંચ ટકા જેટલો ઘટીને 19.6ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં સૌથી વધુ એમએન્ડએમનો શૅર ચાર ટકાથી પણ વધુ વધ્યો હતો, તે પછી બજાજ ઓટો 3.4 ટકા વધ્યો હતો. બીજીબાજુ ઈન્ડસઈન્ડ બૅન્કનો શૅર બે ટકાથી પણ વધુ ઘટ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.21 ટકા વધીને 15,046 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 0.44 ટકા વધીને 15,431ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક, 0.48 ટકા, નિફ્ટી ઓટો 1.53 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસ 0.83 ટકા, નિફ્ટી એફએમસીજી 0.41 ટકા, નિફ્ટી આઈટી 0.73 ટકા અને નિફ્ટી ફાર્મા 2.08 ટકા વધ્યો હતો. જ્યારે નિફ્ટી મીડિયા 1.59 ટકા અને નિફ્ટી પીએસયુ બૅન્ક 0.52 ટકા ઘટ્યો હતો.

ડૉ.રેડ્ડીઝે રશિયાની સોવરિન વેલ્થ ફંડ આરડીઆઈએફ સાથે સ્પુટનિક વી વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ માટે સહકાર કરવા સંમત થતા શૅર બીએસઈમાં ચાર ટકાથી પણ વધુ વધ્યો હતો. આરડીઆઈએફ ડૉ.રેડ્ડીઝને વેક્સિનના 10 કરોડ ડોઝની સપ્લાય કરશે.

sensex nifty