શૅર બજારમાં હાહાકાર: સેન્સેક્સ 491 અંક તૂટીને બંધ, નિફ્ટી 11,673 નીચે

17 June, 2019 04:50 PM IST  |  દલાલ સ્ટ્રીટ મુંબઈ

શૅર બજારમાં હાહાકાર: સેન્સેક્સ 491 અંક તૂટીને બંધ, નિફ્ટી 11,673 નીચે

શૅર બજારમાં હાહાકાર: સેન્સેક્સ 491 અંક તૂટીને બંધ

ઘરેલૂ અને વૈશ્વિક પરિબળોના લીધે સપ્તાહના પહેલા દિવસે એટલે સોમવારે શૅર બજાર ભારી ઘટાડા સાથે બંધ થયું છે. BSEના સેન્સેક્સ 491.28 અંક તૂટીને 38,960.79 પર બંધ થયું છે જ્યાં નિફ્ટી NSEના નિફ્ટી પણ 11,672.15ના સ્તર પર બંધ થયું. તમને જણાવી દઈએ કે સતત ચાર કારોબારી સત્રથી શૅર બજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. ઑયલ અથવા ગેસ સેક્ટર સિવાય બેન્કિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓના શૅરોમાં ભારી વેચવાલી જોવા મળી છે.

કેમ આવ્યો બજારમાં ઘટાડો?

નિષ્ણાંતોનું માનવું છે કે કમજોર વૈશ્વિક ધારણાઓ, સિસ્ટમમાં તરલતાની ચિંતાઓ અને પૂર્ણ બજેટ રજૂ થવા પહેલા કારોબારી અને રોકાણ શૅર બજારમાં સાવચેત રહો. ખાસ કરીને નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ અને મોટા ડિફોલ્ટ કોર્પોરેટ્સમાં પ્રવાહિતાના અભાવને બજાર પર નકારાત્મક અસર પડી છે.

આ પણ વાંચો: IRCTC આપી રહી છે સસ્તામાં દુબઈ ફરવાની તક, જાણો વિગતો

આ ઉપરાંત, ચોમાસાની ધીમી ગતિને લીધે શેરબજારના વેપારીઓની ધારણા પણ અસરગ્રસ્ત થઈ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, મૉનસૂનની અછતના લીધે 43% પર પહોંચી ગઈ છે. હવે રોકાણકારો અને વેપારીઓની નજર મૉનસૂનની ચાલ અને 20 જૂનના રોજ થનારી જીએસટી કાઉન્સિલ બેઠક પર રહેશે.

નિફ્ટીમાં સામેલ 50 કંપનીઓમાંથી 46 સોમવારે ઘટાડા સાથે બંધ થયા છે. ફક્ત 4 કંપનીઓના શૅર જ વધારા સાથે બંધ થયા. જે ચાર શૅર્સમાં તેજી નોંધવામાં આવી એમાં યસ બેન્ક, ZEEL, કોલ ઈન્ડિયા અને વિપ્રો સામેલ છે. સૌથી અધિકા સ્ટીલ, JSW Steel, ટાટા મોટર્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને ઓએનજીસીમાં નોંધવામાં આવી છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો બધા સેક્ટર સોમવારે ઘટાડા સાથે બંધ થયા. સૌથી વધારે ઘટાડો નિફ્ટી મેટલ, નિફ્ટી ઑટો અને નિફ્ટી પીએસયૂ બેન્કમાં નોંધવામાં આવ્યો છે.

sensex bombay stock exchange national stock exchange business news