સેન્સેક્સ ઉપલી સપાટીને સ્પર્શીને 474 પોઈન્ટ્સ તૂટ્યો

14 September, 2020 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સેન્સેક્સ ઉપલી સપાટીને સ્પર્શીને 474 પોઈન્ટ્સ તૂટ્યો

પ્રતિકાત્મક તસવીર

એચડીએફસી  બૅન્ક, એચડીએફસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ભારતી એરટેલ જેવા શૅર્સમાં વ્યાપક વેચવાલીને લીધે સેન્સેક્સમાં ઈન્ટ્રા-ડેનો વધારો ધોવાયો હતો. સત્ર દરમિયાન સેન્સેક્સ 39,230.16ની ઉપલી સપાટીને સ્પર્શયો હતો. તેમ જ બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ મલ્ટી-કૅપ્સ ફંડ્સ માટે અસ્ક્યામત ફાળવણીના નિયમો રજૂ કરતા પણ શૅર્સ ઉપર પ્રતિકૂળ અસર જોવા મળી હતી.

સેન્સેક્સ ઉપલી સપાટીને સ્પર્શ્યા બાદ 474 પોઈન્ટ્સ ઘટીને અંતે 97.92 પોઈન્ટ્સ ( ટકા) ઘટીને 38,756.63ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 24.40 પોઈન્ટ્સ ( ટકા) ઘટીને 11,440.05 બંધ રહ્યો હતો. વોલેટિલીટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ 3.5 ટકા વધીને 21.42ના સ્તરે બંધ રહ્યો હતો.

સેબીના નવા નિયમ મુજબ, મલ્ટી-કૅપ ફંડ્સે સ્મોલ, મિડ અને લાર્જ-કૅપ્સમાં ફરજિયાત 25 ટકા રોકાણ કરવું પડશે. ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત સાધનોમાં ન્યૂનમત રોકાણની મર્યાદા વધારીને ફંડ્સના કોર્પસના 65 ટકા અને 75 ટકા કરી છે.

સેન્સેક્સમાં સૌથી વધુ ભારતી એરટેલનો શૅર ઘટ્યો હતો, જ્યારે એચસીએલ ટેકનો શૅર સૌથી અધિક વધ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.56 ટકા વધીને 14,888 અને એસએન્ડપી બીએસઈ સ્મોલકૅપ ઈન્ડેક્સ 4 ટકા વધીને 15,145ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક 1.77 ટકા, નિફ્ટી ફાઈ. સર્વિસ 1.73 ટકા, નિફ્ટી એફએમસીજી 0.81 ટકા, નિફ્ટી મેટલ 0.09 ટકા અને નિફ્ટી ફાર્મા 0.76 ટકા ઘટ્યો હતો. જ્યારે નિફ્ટી મીડિયા 1.49 ટકા, નિફ્ટી આઈટી 4.44 ટકા, નિફ્ટી રિયલ્ટી 3.72 ટકા અને નિફ્ટી ઓટો 0.73 ટકા વધ્યો હતો. 

sensex nifty sebi