કોરોનાનો પ્રકોપ: સેન્સેક્સ 3091 અંક તૂટ્યું, કોટક બેન્ક 20% નીચે

13 March, 2020 09:37 AM IST  |  Dalal Street Mumbai

કોરોનાનો પ્રકોપ: સેન્સેક્સ 3091 અંક તૂટ્યું, કોટક બેન્ક 20% નીચે

શૅર બજાર

શુક્રવારે ભારતીય શૅર બજાર ખુલતાની સાથે જ ધરાશાયી થઈ ગયું. નિફ્ટી ઓપન થતા જ 10% તૂટી ગયુ અને 45 મિનિટ માટે કોરાબાર રોકવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે 10%થી વધારે ઘટાડો નિફ્ટીમાં નોંધવામાં આવ્યો અને આ કારણે આમા લોઅર સર્કિટ લાગી ગયું. નિફ્ટી 966.10 અંક એટલે 10.07% તૂટીને 8624.05ના સ્તર પર આવી ગયા.

સેન્સેક્સમાં પણ જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. 9.43% એટલે 3090.62 અંક તૂટીને 29,687.52 પર કારોબાર કરી રહ્યા હતા. સેન્સેક્સમાં સામેલ બધા શૅર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા.

કોટક મહિન્દ્રા બેન્ક 20% તૂટ્યું

નિફ્ટીમાં સામેલ જે શૅરોમાં સૌથી વધારે ઘટાડો નોંધવામાં આવ્યો એમાં કોટક મહિન્દ્રા બેન્ક પણ સામેલ છે જે 20% તૂટી ગયું. એ સિવાય BPCLમાં 16.70%, એચસીએલ ટેક્નોલૉજીમાં 15.89%, GAILમાં 15.32% અને ટેક મહિન્દ્રામાં 15.06%નો ઘટાડ નોંધવામાં આવ્યો.

sensex nifty business news bombay stock exchange national stock exchange