સેન્સેક્સમાં 464 અંકોની તેજી, નિફ્ટી 10886 પર બંધ

15 January, 2019 04:06 PM IST  | 

સેન્સેક્સમાં 464 અંકોની તેજી, નિફ્ટી 10886 પર બંધ

સેન્સેક્સમાં 464 અંકનો ઉછાળો

દિવસનો કારોબાર પૂરો થતા સેન્સેક્સ 464 અંકોની તેજી સાથે 36,318 પર અને નિફ્ટી 140 અંકોની તેજી સાથે 10,886 પર કારોબાર બંધ થયોછે. જ્યાં નિફ્ટી 50 શેર્સમાંથી 46 લીલા અને 4 લાલ નિશાનમાં કારોબાર બંધ થયોછે. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 0.54%ની તેજી અને સ્મોલકેપ 0.91%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઑટો 0.44 ટકાની તેજી, નિફ્ટી ફાઈનાન્સ સર્વિસ 0.74%ની તેજી, નિફ્ટી એફએમસીજી 0.96%ની તેજી, નિફ્ટી આઈટી 3.06%ની તેજી, નિફ્ટી મેટલ 1.60%ની તેજી, નિફ્ટી ફાર્મા 0.87%ની તેજી અને નિફ્ટી રિયલ્ટી 1.79%ની તેજી સાથે કારોબાર બંધ થયો છે.

આજના કારોબારમાં વિપ્રો 5.49%ની તેજી, યસ બેન્ક 4.07%ની તેજી, ટેકએમ 3.85%ની તેજી, ઈન્ફી 3.76%ની તેજી અને રિલાયન્સ 3.11%ની તેજી સાથે ટૉપ ગેનર રહ્યા છે. જ્યાં બીજી તરફ મારૂતિ 0.81%ના ઘટાડાની સાથે, પાવરગ્રિડ 0.10%ના ઘટાડાની સાથે, આઈસીઆઈસીઆઈ બેન્ક 0.09%ના ઘટાડાની સાથે અને ઈન્ફ્રાટેલ 0.04%ના ઘટાડાની સાથે ટૉપ લૂઝર રહ્યા છે.

સવારે 12 વાગ્યે સેન્સેક્સ 354 અંકોની મજબૂતી સાથે 36,207 પર અને નિફ્ટી 108 અંકોની તેજી સાથે 10,845 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યાં નિફ્ટી 50ની વાત કરીએ તો 41 લીલા, 8 લાલ અને એક શેર પરિવર્તન વગર કારોબાર કરી રહ્યો હતો. જો ઈન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટીના મિડકેપ 051%ની તેજી અને સ્મોલકેપ 0.63%ની તેજી સાથે કારોબાર કરી રહ્યા હતા.

sensex bombay stock exchange national stock exchange