શૅરબજારમાં વેચવાલી યથાવત્

22 September, 2020 05:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શૅરબજારમાં વેચવાલી યથાવત્

પ્રતીકાત્મક તસવીર

સોમવારની જેમ મંગળવારે પણ શૅરબજાર તૂટ્યો હતો, જેનું મુખ્ય કારણ કોરોનાના કેસમાં સતત વધારાને લીધે રોકાણકારોનું સેન્ટિમેન્ટ બગડતા તેમણે કરેલી અવિરત વેચવાલી હતું. સેન્સેક્સ 300 પોઈન્ટ્સ (0.79 ટકા) ઘટીને 37,734ના સ્તરે બંધ રહ્યો હતો, નિફ્ટી 97 પોઈન્ટ્સ (0.86 ટકા) ઘટીને 11,154 બંધ રહ્યો હતો, જ્યારે વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીઆઈએક્સ પાંચ ટકા ઘટીને 21ના સ્તરે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં મારુતિ સુઝુકી અને લાર્સન એન્ડ ટુબ્રોનો શૅર સૌથી અધિક ઘટ્યો હતો. બીજીબાજુ આઈટી શૅર્સમાં એચલીએલ ટેક, ટેક મહિન્દ્ર, ટીસીએસ બે ટકાથી પણ વધુ વધ્યો હતો. વ્યાપક બજારમાં એસએન્ડપી બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 1.7 ટકા ઘટીને 14,284ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 1.6 ટકા ઘટીને 14,509ના સ્તરે બંધ રહ્યો હતો.

નિફ્ટીના ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી બૅન્ક, 1.07 ટકા, ઓટો 1.75 ટકા, ફાઈ.સર્વિસીસ 1.07 ટકા, એફએમસીજી 0.78 ટકા, નિફ્ટી મીડિયા 2.60 ટકા, નિફ્ટી મેટલ 1.18 ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક 1.39 ટકા, પ્રાઈવેટ બૅન્ક 1.38 ટકા, નિફ્ટી રિયલ્ટી 1.85 ટકા ઘટ્યો હતો, જ્યારે ફક્ત નિફ્ટી આઈટી અને નિફ્ટી ફાર્મા અનુક્રમે 0.70 ટકા અને 0.66 ટકા વધ્યા હતા.

જેએમએમ પેફુડલરે ઓફર ફોર સેલની જાહેરાત કરતા શૅરને 10 ટકાની નીચલી સર્કીટ લાગી હતી.

sensex nifty