GDP:બીજા ક્વાર્ટરનો વિકાસ દર ઘટીને 4.5 ટકા રહ્યો, છેલ્લા છ વર્ષના તળીયે

29 November, 2019 08:00 PM IST  |  Mumbai

GDP:બીજા ક્વાર્ટરનો વિકાસ દર ઘટીને 4.5 ટકા રહ્યો, છેલ્લા છ વર્ષના તળીયે

શુક્રવારે ભારતનો GDP એટલે કે બીજા ક્વાર્ટરનો વિકાસ દર ઘટતા હાહાકાર મચી ગયો હતો. બીજા ક્વાર્ટરનો વિકાસ દર ઘટીને 4.5 ટકા રહ્યો હતો. મહત્વનું છે કે આ છેલ્લા છ મહિનાનો સૌથી ઓછો વિકાસ દર છે. ચાલુ વર્ષના પહેલા ક્વાર્ટરનો વિકાસ દર એટલે કે એપ્રીલ-જુન 2019નો 4.8 રહ્યો હતો. અત્યાર સુધીનો સૌથી ઓછો વિકાસ દર જાન્યુઆરી-માર્ચ 2013માં 4.3 નો રહ્યો હતો. તો સૌથી વધુ વિકાસ દર ગત વર્ષે જુલાઇ-સપ્ટેમ્બર 2018માં 7 ટકા રહ્યો હતો.


ત્રીજા ત્રિમાસિકથી ગ્રોથ વધવાની શક્યતા
મુખ્ય આર્થિક સલાહકાર કે વી સુબ્રમણ્યનનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે. ત્રીજા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર) થી જીડીપી ગ્રોથ વધવાની શક્યતા છે.


આર્થિક નીતિમાં ફેરફાર કરવાથી અર્થવ્યવસ્થા સુધરી જતી નથી : ડૉ. મનમોહનસિંહ
વિકાસ દર ઘટતા ભારતના પુર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે દેશને 8-9 ટકાનો વિકાસ દરની આશા હતી. પણ આ આંકડો ચિંતાજનક છે. તો મોદી સરકારને કટાક્ષમાં આડે હાથ લેતા કહ્યું કે આર્થિક નીતિઓમાં ફેરફાર કરવાથી અર્થવ્યવસ્થા પુર ઝડપે નથી ચાલવા મંડતી.

business news manmohan singh