ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ માટેના નિયમો સરળ બનાવ્યા સેબીએ

26 May, 2022 04:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડુપ્લિકેટ શૅર ઇશ્યુ કરવા હવે જામીન સબમિટ કરવાની જરૂર રહેશે નહીં

ફાઇલ તસવીર

સેબીએ બુધવારે પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને રોકાણકારોને અનુકૂળ બનાવવા માટે ડુપ્લિકેટ શૅર સર્ટિફિકેટ ઇશ્યુ કરવા માટેની પ્રક્રિયા અને દસ્તાવેજીકરણની જરૂરિયાતોને સરળ બનાવી છે.
શૅરધારક દ્વારા સબમિટ કરવાના જરૂરી દસ્તાવેજોના સંદર્ભમાં સેબીએ જણાવ્યું હતું કે એફઆઇઆરની એક નકલ, જેમાં ઈ-એફઆઇઆરનો સમાવેશ થાય છે, જેમાં સિક્યૉરિટીઝની વિગતો, ફોલિયો નંબર, વિશિષ્ટ નંબર શ્રેણી અને પ્રમાણપત્ર નંબરો હોવા જરૂરી છે. વધુમાં વ્યાપકપણે પ્રસારિત થતા અખબારમાં સિક્યૉરિટીઝની ખોટ અંગેની જાહેરાત જારી કરવી અને એફિડેવિટ અને ક્ષતિપૂર્તિ બૉન્ડ નિયત ફોર્મેટમાં સબમિટ કરવાની જરૂર પડશે તેમ એક પરિપત્રમાં જણાવ્યું છે.
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ જણાવ્યું હતું કે ડુપ્લિકેટ સિક્યૉરિટીઝ ઈશ્યુ કરવા માટે જામીન સબમિટ કરવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. ડુપ્લિકેટ સિક્યૉરિટી સર્ટિફિકેટ ઇશ્યુ કરવા માટે રજિસ્ટ્રાર દ્વારા ઇશ્યુ અને શૅર ટ્રાન્સફર એજન્ટ્સ (આરટીએ) અને ઇશ્યુઅર કંપનીઓ દ્વારા અનુસરવામાં આવતી પ્રક્રિયાની રેગ્યુલેટરે સમીક્ષા કર્યા પછીનું આ પગલું આવ્યું છે. 

business news sebi share market