સ્ટૉક એક્સચેન્જોને વર્ષમાં બે વાર સાઇબર ઑડિટ કરવા સેબીનો આદેશ

21 May, 2022 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમડી અને સીઈઓ તરફથી પણ અનુપાલનને પ્રમાણિત કરતી ઘોષણા સબમિટ કરવી પડશે

પ્રતીકાત્મક તસવીર

કૅપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ શુક્રવારે સ્ટૉક એક્સચેન્જ અને અન્ય માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓના સાઇબર સુરક્ષા અને સાઇબર સ્થિતિસ્થાપકતાના માળખામાં ફેરફાર કર્યો હતો અને તેમને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બે વખત વ્યાપક સાઇબર ઑડિટ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. સાઇબર ઑડિટ અહેવાલો સાથે તેમને માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા, સ્ટૉક એક્સચેન્જો, ક્લિયરિંગ કૉર્પોરેશનો અને ડિપોઝિટરીઝ દ્વારા અનુપાલનને પ્રમાણિત કરતી એમડી અને સીઈઓ તરફથી ઘોષણા સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે - સાઇબર સંબંધિત સેબીની તમામ માર્ગદર્શિકાઓ અને સલાહો સાથે એક પરિપત્ર અનુસાર ઉપરોક્ત સૂચના આપી છે. આ ઉપરાંત સંવેદનશીલતા અને વ્યાપાર કામગીરી, સેવાઓ અને ડેટા મૅનેજમેન્ટ માટે જટિલતાના આધારે નિર્ણાયક સંપત્તિને ઓળખીને વર્ગીકૃત કરવી જોઈwએ એવી સૂચના પણ સેબીએ આપી છે.

business news sebi