સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધની અસત્ય ડિસ્ક્લોઝર સામેની કાર્યવાહી પડતી મૂકી

22 September, 2021 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેબીએ કંપની પર મુખ્યત્વે બે ભૂમિકાને આધારે પૅનલ્ટી લાદી નથી

પ્રતીકાત્મક તસવીર

બજારના નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધની ૧૩ વર્ષ પૂર્વે કંપનીએ તેનાં નાણાકીય પરિણામમાં ડાઇલ્યુટેડ શૅરદીઠ કમાણી કહેવાતી ખોટી દર્શાવી હોવાની શરૂ કરેલી કાનૂની કાર્યવાહીને કોઈ પણ દંડ કર્યા વિના પડતી મૂકી છે.

સેબીએ કંપની પર મુખ્યત્વે બે ભૂમિકાને આધારે પૅનલ્ટી લાદી નથી. જે ધારા હેઠળ કંપની પર કાર્યવાહી કરાઈ હતી તેમાં સુધારો કરવામાં આવતાં માર્ચ, ૨૦૧૯થી હવે માહિતીની ખોટી જાહેરાત શિક્ષાપાત્ર રહી નથી. એ ઉપરાંત નિયામકે સુપ્રીમ કોર્ટમાં સિક્યૉરિટીઝ એપૅલેટ ટ્રિબ્યુનલ (સેટ)ની પેન્ડિંગ અરજીનો ઉલ્લેખ કર્યો છે.

કંપનીએ જૂન ૨૦૦૭થી સપ્ટેમ્બર ૨૦૦૮ના ત્રિમાસિક પરિણામોમાં શૅર વૉરન્ટ્સના અસ્તિત્વ છતાં શૅરદીઠ કમાણી બેઝિક તથા ડાયલ્યુટેડ દર્શાવી હતી, એમ સેબીએ જણાવ્યું હતું.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧૨ કરોડ વૉરન્ટ્સ ૧૨ એપ્રિલ, ૨૦૦૭ના રોજ ઇશ્યુ કર્યા હતા જે ૧૮ મહિના બાદ ૧૪૦૨ રૂપિયાની કિંમતે શૅરમાં કન્વર્ટ થવાના હતા. ૩ ઑક્ટોબર, ૨૦૦૮ના રોજ વૉરન્ટ્સ સામે ઇક્વિટી શૅર્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા.

business news