એનએમસીઈના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર કૈલાસ ગુપ્તાને સેબીએ નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કર્યા

19 November, 2021 05:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ નૅશનલ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એનએમસીઈ)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર કૈલાસ ગુપ્તાને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કર્યા છે.

મિડ-ડે લોગો

સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (સેબી)એ નૅશનલ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એનએમસીઈ)ના ભૂતપૂર્વ મૅનેજિંગ ડિરેક્ટર કૈલાસ ગુપ્તાને નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કર્યા છે. એનએમસીઈનાં નાણાંની ઉચાપત અને ગોલમાલ કરવાના ગુનાસર એમને કોઈ પણ કૉમોડિટી એક્સચેન્જના સંચાલક મંડળમાં કે વહીવટમાં કોઈ પણ હોદ્દો ગ્રહણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. 
એક સમયે સ્વતંત્ર કાર્ય કરતું એનએમસીઈ હવે ઇન્ડિયન કૉમોડિટીઝ એક્સચેન્જ સાથે ભળી ગયું છે. 
સેબીએ બુધવારે જાહેર કર્યા મુજબ કૈલાસ ગુપ્તા ઉપરાંત નેપ્ચ્યુન ઓવરસીઝ લિમિટેડને પણ નૉટ ફિટ ઍન્ડ પ્રૉપર જાહેર કરવામાં આવી છે. ગુપ્તા એક સમયે નેપ્ચ્યુન ઓવરસીઝના મૅનેજિંગ ડિરેક્ટર-ચૅરમૅન હતા. હવે ગુપ્તા અને નેપ્ચ્યુન ઓવરસીઝ કોઈ પણ કૉમોડિટી એક્સચેન્જમાં બે ટકા કરતાં વધુ હિસ્સો રાખી નહીં શકે. 

business news sebi