સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો સ્ટૅન્ડ અલોન ચોખ્ખો નફો ૮૩૮ કરોડ રૂપિયા થયો

11 May, 2019 09:56 AM IST  |  મુંબઈ

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો સ્ટૅન્ડ અલોન ચોખ્ખો નફો ૮૩૮ કરોડ રૂપિયા થયો

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગત ૩૧મી માર્ચના રોજ પૂરા થયેલા ક્વૉર્ટરમાં ૮૩૮.૪ કરોડ રૂપિયાનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. તેની પહેલાંના વર્ષે સમાન અરસામાં આ નફો ૭૭૧૧.૧૭ કરોડ રૂપિયા હતો.

સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં વ્યાજની ચોખ્ખી આવક વર્ષાનુવર્ષ ધોરણે ૧૫ ટકા વધીને ૨૨,૯૫૪ કરોડ રૂપિયા થઈ હતી. બૅન્કની કુલ નોન-પર્ફોર્મિંગ ઍસેટ્સ પાછલા ક્ર્વોટરના ૮.૭૧ ટકાથી ઘટીને ૭.૫૩ ટકા રહી હતી. પાછલા વર્ષે સમાન અરસામાં તેનું પ્રમાણ ૧૦.૯૧ ટકા હતું. ચોખ્ખી નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ પાછલા વર્ષના ૫.૭૩ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા રહી હતી.

બૅન્કની પ્રોવિઝન્સ એક વર્ષ પહેલાંના ૨૮,૦૯૬.૦૭ કરોડ રૂપિયાની તુલનાએ માર્ચના અંતે ૧૬,૫૦૧.૮૯ કરોડ રહી હતી.

આ પણ વાંચોઃ L AND Tનો લાસ્ટ ક્વૉર્ટરનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો ૩૪૧૮ કરોડ રૂપિયા થયો

business news state bank of india