SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટાડ્યા વ્યાજના દર, 1 ઑગસ્ટથી પડશે લાગૂ

29 July, 2019 03:31 PM IST  |  મુંબઈ

SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટાડ્યા વ્યાજના દર, 1 ઑગસ્ટથી પડશે લાગૂ

SBIએ ફિક્સ્ડ ડિપોઝિટ પર ઘટાડ્યા વ્યાજના દર

ભારતીય સ્ટેટ બેંકે અલગ અલગ મેચ્યોરિટીની ડિપોઝિટ પર વ્યાજ દરમાં કાપ મુક્યો છે. બેંકે કહ્યું છે કે નવા વ્યાજદર 1 ઑગસ્ટ 2019થી લાગૂ પડશે. એસબીઆઈએ કહ્યું કે હાલ કેશ વધુ હોવાના કારણે અને વ્યાજ દરમાં ઘટાડો થવાના કારણે તેઓ વ્યાજદર ઘટાડી રહ્યા છે.

એસબીઆઈએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે શૉર્ટ ટર્મની 179 દિવસની એફડી પર વ્યાજદરમાં 0.5 થી 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આવી જ રીતે લોન્ગ ટર્મ ફિક્સ્ડિ ડિપોઝિટ પર રીટેલ સેગમેન્ટમાં વ્યાજ દરમાં 0.20 અને બલ્ક સેગમેન્ટમાં 0.35 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશના સૌથી મોટા એવા આ બેંકે બે કરોડ રૂપિયા અને તેની ઉપરની ડિપોઝિટ પર પણ વ્યાજ દરમાં કાપ મુક્યો છે.

આ જાહેરાત RBIની નાણાકીય નીતિની દ્વિમાસિક સમીક્ષાના એક સપ્તાહ પહેલા કરવામાં આવી છે. આરબીઆઈએ જૂનમાં રેપો રેટ 25 બેસિસ પૉઈંટથી ઘટાડીને 5.75 ટકા કરી દીધો હતો.

આ પણ જુઓઃ તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો

હાલ 7-45 દિવસોની જમા અવધિમાં એસબીઆઈ સામાન્ય લોકોને 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 6.25 ટકા વ્યાજ આપે છે. 5-10 વર્ષોનાસપોતાના સૌથી લાંબા કાર્યકાળમાં બેંક સામાન્ય જતના અને વરિષ્ઠ નાગરિકોને ક્રમશઃ 6.60ટ ટકા અને 7.10 ટકા વ્યાજનો દર આપે છે.

state bank of india business news