ભારતમાં પૅસેન્જર વાહનોનું વેચાણ 2.24 ટકા અને થ્રી-વ્હીલરનું વેચાણ 66.06 ટકા ઘટ્યું

13 April, 2021 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં પૅસેન્જર વાહનોનું વેચાણ ગયા નાણાકીય વર્ષમાં બે ટકા કરતાં વધુ પ્રમાણમાં ઘટ્યું હોવાનું આ ઉદ્યોગના સંગઠન – સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે (એસઆઇએએમ) જણાવ્યું છે.

ફાઈલ તસવીર

ભારતમાં પૅસેન્જર વાહનોનું વેચાણ ગયા નાણાકીય વર્ષમાં બે ટકા કરતાં વધુ પ્રમાણમાં ઘટ્યું હોવાનું આ ઉદ્યોગના સંગઠન – સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મૅન્યુફૅક્ચરર્સે (એસઆઇએએમ) જણાવ્યું છે. 

સંગઠને જાહેર કરેલા આંકડાઓ મુજબ પૅસેન્જર વાહનોનું વેચાણ ૨૦૧૯-’૨૦માં ૨૭,૭૩,૫૧૯ યુનિટ હતું, જે વર્ષ ૨૦૨૦-’૨૧માં ૨.૨૪ ટકા ઘટીને ૨૭,૧૧,૪૫૭ યુનિટ થયું હતું.
 
સૌથી વધુ ફટકો થ્રી-વ્હીલર સેગમેન્ટમાં પડ્યો હતો, જેમાં ૬૬.૦૬ ટકાના ઘટાડા સાથે ૨,૧૬,૧૯૭ યુનિટ વેચાયાં હતાં. આ ઉપરાંત ટૂ-વ્હીલરની સપ્લાય ૧૩.૧૯ ટકા ઘટીને ૧,૫૧,૧૯,૩૮૭ યુનિટ થઈ હતી. આ જ રીતે કમર્શિયલ વેહિકલનું વેચાણ ૨૦.૭૭ ટકાના ઘટાડા સાથે ૫,૬૮,૫૫૯ યુનિટ થયું હતું. 

બધા પ્રકારનાં વાહનો મળીને વેચાણ એકંદરે ૧૩.૬ ટકા ઘટીને ૧,૮૬,૧૫,૫૮૮ યુનિટ થયું હતું. એસઆઇએએમના પ્રમુખ કેનિચી આયુકાવાનું કહેવું છે કે ‘માત્ર કોરોનાને કારણે નહીં, પણ ઉદ્યોગમાં માળખાકીય મંદીને કારણે વેચાણ ઘટી રહ્યું છે. 

business news