તમે નોકરી કરો છો ? તો આ ચાર રીતે બચાવો ટેક્સ

19 June, 2019 05:02 PM IST  |  મુંબઈ

તમે નોકરી કરો છો ? તો આ ચાર રીતે બચાવો ટેક્સ

નાણાકીય વર્ષમાં ટેક્સ ભરતા સમયે નોકરિયાત કર્મચારીઓ એ વાતને લઈ દુવિધામાં હોય છે કે ટેક્સ બચાવવા માટે કયા વિકલ્પોમાં રોકાણ કરવામાં આવે. ટેક્સ બચાવવા માટે વિચારતા પહેલા તમને ટેક્સ સ્લેબની માહિતી હોવી જરૂરી છે. અમે કેટલાક એવા વિકલ્પો વિશે તમને માહિતી આપીશું, જ્યાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. આવકવેરાની કલમ 80C ઉપરાંત અન્ય કેટલાક અલાઉન્સીસ છે, જે નોકરિયાત કર્મચારીઓની ટેક્સ ચૂકવવામાંથી રાહત આપે છે.

સેક્શન 80C, 80CC અને 80CCD

સેક્શન 80C દ્વારા કરદાતાએ જીવન વીમો, બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ, ટ્યુશન ફીઝ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિટેક, પેન્શન ફંડમાં રોકામ કરીને ટેક્સની બચત કરી શકો છો. કરદાતાઓ સેક્શન 80C, 80CC અને 80CCD અંતર્ગત 1.5 લાખ સુધી ટેક્સમાંથી રાહત મેળવી શકે છે.

PPF

PPFમાં રોકાણ EEE એટલે કે એક્ઝેમ્પટ, એક્ઝેમ્પ્ટ, એક્ઝેમ્પ્ટ કેટેગરીમાં ટેક્સ ફ્રી હોય છે. એટલે કે રોકાણ કરેલી રકમ પર ટેક્સ નથી ચૂકવવો પડતો. તેમાંથી મળતું વ્યાજ પણ ટેક્સ પ્રી હશે અને મેચ્યોરિટી પર મળનારી રકમ પર પણ ટેક્સ નહીં ચૂકવવો પડે.

નેશનલ પેન્શન સિસ્ટમ

NPS ખાતા બે પ્રકારના હોય છે. NPS Tier-I ખાતા લૉક ઈન પીરિયડ વાળા ખાતા હોય છે, જ્યારે NPS Tier-II ખાતા વૈકલ્પિક ખાતા હોય છે, જેમાં કોઈ લૉક ઈન પીરિયડ નથી હોતો. ગ્રાહક આવકવેરા અધિનિયમની કલમ 80 સીસીડી (1) કલમ 80 સીસીડી (1બી) અંતર્ગત કુલ બે લાખ રૂપિયાનો ફાયદો મેળવી શકો છો. તે રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચોઃ આવકવેરા રિટર્ન ભરતા સમયે રાખો આટલું ધ્યાન, નહીં તો આવશે નોટિસ

હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ

કોઈ પણ વ્યક્તિ આવક વેરાની કલમ 80 ડી અંતર્ગત પણ ટેક્સ બચાવી શકે છે. જો મેડિકલ ઈન્સ્યોરન્સ પતિ કે બાળકો માટે ખરીદવામાં આવે તો, વધુમાં વધુ 25 હજારના કાપનો દાવો કરી શકાય છે. જો કે ટેક્સ પેયર વ્યક્તિના માતા પિતાને પણ કવર અપાયું હોય અને તેમની ઉંમર 60 વર્ષથી વધુ હોય તો 30 હજાર રૂપિયા સુધીના ટેક્સ બેનિફિટ મેળવી શકાય છે.

business news