સચિન બંસલ હવે અસ્સેલ ગ્રુપના મ્યુચ્યુઅળ ફન્ડ બિઝનસને ખરીદશે

18 July, 2019 09:38 PM IST  |  Mumbai

સચિન બંસલ હવે અસ્સેલ ગ્રુપના મ્યુચ્યુઅળ ફન્ડ બિઝનસને ખરીદશે

ફ્લિપકાર્ટના પુર્વ કો ફાઉન્ડર સચિન બંસલ

Mumbai : ભારતની સૌથી સફળ ઇ કોમર્સ કંપની ફિલપકાર્ટના કો ફાઉન્ડર સચિન બંસલને લઇને એક સમાચાર આવી રહ્યા છે. સચિન બંસલ અસ્સેલ ગ્રુપના મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસને ખરીદી શકે છે. મીડિયા રિપોર્ટમાં મળતી માહિતી પ્રમાણે બંને પક્ષોની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ મહિને ડીલની જાહેરાત કરવામાં આવી શકે છે. સચિન બંસલના મિત્ર અને સ્ટાર્ટઅપ ઈન્વેસ્ટર અંકિત અગ્રવાલ અસ્સેલ મ્યુચ્યુઅલ ફન્ડના મેનેજમેન્ટની સાથે ઘણી બેઠક કરી ચૂક્યા છે.


અસ્સેલ ગ્રુપ પર 17,174 કરોડ રૂપિયાનું દેવું

અગાઉ અસ્સેલ મ્યુચ્યુઅલ ફન્ડની એસઆરઈઆઈ ગ્રુપ સાથે ડીલ નિષ્ફળ રહી હતી. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે જૂનના અંત સુધીમાં અસ્સેલ મ્યુચ્યુઅલ ફન્ડ સરેરાશ 1,040 કરોડ રૂપિયાની એસેટ્સ મેનેજ કરી રહી હતી. અસ્સેલ ગ્રુપ તેનો નોન મીડિયા બિઝનેસ વેચવા માંગે છે. અગામી 6 મહીનામાં ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સ વેચીને 20 હજાર કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના છે. અસ્સેલ ગ્રુપ પર 17,174 કરોડ રૂપિયાનું દેવું છે. તેમાં 11,466 કરોડ રૂપિયાનું દેવું ઈન્ફ્રાસ્ટ્રકચર સાથે સંલગ્ન છે.

આ પણ જુઓ : કોણ છે આ ગ્લેમરસ ચહેરો, મૅચ દરમિયાન થઈ રહ્યો છે ફૅમસ

સચિન બંસલે ગત વર્ષે વ્યક્તિગત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ શરૂ કરી હતી
ગત વર્ષે ફ્લિપકાર્ટમાં સમગ્ર હિસ્સો વેચ્યા બાદ સંચિન બંસલ બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ(બીએફએસઆઈ) ઈન્ડસ્ટ્રીમાં રસ બતાવી રહ્યુાં છે. અલગ-અલગ વર્ટિકલમાં રોકાણ કરવા માટે તેમણે ગત વર્ષે પર્સનલ ઈન્વેસ્ટમેન્ટ કંપની બીએસી એક્વિઝિશન્સ શરૂ કરી હતી.

business news flipkart