રૂપિયો ડૉલર સામે ૮૮ પૈસા વધીને ૮૦.૮૭ના ઑલટાઇમ તળિયે

23 September, 2022 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ડૉલર સામે ગુરુવારે ૮૮.૨૯ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન નબળો પડીને ૮૦.૮૭ સુધી પહોંચ્યા બાદ ત્યાં જ બંધ રહ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

રૂપિયો ફરી એક વાર નવા તળિયે પહોંચ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારો અને રોકાણકારોના સેન્ટિમેન્ટ પર એના વલણને કારણે ગુરુવારે રૂપિયો અમેરિકન ડૉલર સામે ૮૮ પૈસા ઘટીને ૮૦.૮૭ની ઑલટાઇમ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ફૉરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે ફેડના દરમાં વધારો અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય જોખમમાં વધારો થવાથી જોખમની સ્થિતિ ઊભી થઈ છે. તદુપરાંત, વિદેશી બજારમાં અમેરિકન ચલણની મજબૂતાઈ, સ્થાનિક ઇક્વિટીમાં મ્યુટ ટ્રેન્ડ, રિસ્ક-ઑફ મૂડ અને મક્કમ ક્રૂડ ઑઇલની કિંમતો રૂપિયા પર ભાર મૂકે છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ગુરુવારે ૮૮.૨૯ પર ખૂલ્યો હતો અને દિવસ દરમ્યાન નબળો પડીને ૮૦.૮૭ સુધી પહોંચ્યા બાદ ત્યાં જ બંધ રહ્યો હતો.  બુધવારે રૂપિયો ૭૮.૯૯ પર બંધ રહ્યો હતો.

business news indian rupee