રૂપિયામાં ડૉલર સામે ફરી ૧૦ પૈસાનો ઘટાડો

22 June, 2022 07:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૯૯ની સપાટી પર ખૂલ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રૂપિયામાં ડૉલર સામે સરેરાશ નરમાઈ હતી. અમેરિકન ડૉલર ઇન્ડેક્સમાં સુધારો અને ભારતીય શૅરબજારમાં વિદેશી નાણાંનો પ્રવાહ ઘટી રહ્યો હોવાથી રૂપિયાની ચાલ ફરી એક વાર નરમ પડી હતી અને ૭૮ની ઉપર બંધ રહેવામાં ફરી એક વાર સફળ રહ્યો હતો.
ભારતીય રૂપિયો ડૉલર સામે ૭૭.૯૯ની સપાટી પર ખૂલ્યો હતો, જે દિવસ દરમિયાન વધુ નબળો પડીને ૭૮.૦૯ સુધી પહોંચીને દિવસના અંતે ૭૮.૦૮ પર બંધ રહ્યો હતો, જે સોમવારે ૭૭.૯૯ની સપાટી પર બંધ રહ્યો હતો. આમ રૂપિયામાં નવથી ૧૦ પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

business news